'તમારા ઘરમાં લગ્ન હોય તો પોલીસ કંકોતરી જોઈને આપશે 5 લાખની નવી નોટો,' આ વાયરલ મેસેજ સાચો છે? જાણો મહત્વની વિગત
આ મેસેજના સંદર્ભમાં અમદાવાદના કેટલાક ડીસીપી અને સિનિયર આઇપીએસ અધિકારીઓને પૂછતાં તેમણે કહ્યુ હતું કે, અમને આવી જાહેરાત અંગેનો કોઇ પરિપત્ર મળ્યો નથી અને આવી કોઇ જાણ અમને કહેવામાં આવી નથી. જેથી વાયરલ થયેલો આ મેસેજ તદ્દન ખોટો સાબિત થયો છે.
વાયરલ થયેલા મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે જેમના ઘરે કોઇના લગ્ન હોય તેવા પરિવારોએ લગ્નની કંકોત્રી પર તેમના વિસ્તારના ડીસીપીના સહી-સિક્કા કરીને તે કંકોત્રી આરબીઆઇમાં બતાવવાથી એક સાથે પાંચ લાખ રૂપિયા ઉપાડી શકાશે. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ મેસેજ તદ્દન ખોટો હોવાનો ખુલાસો સુરત પોલીસે કર્યો હતો.
આવા પરિવારો લગ્નની કંકોત્રી પર પોતાના વિસ્તારના ડીસીપીના સહી સિક્કા કરી બેન્કમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડી શકે છે. વાયરલ થયેલા આ મેસેજ પાછળનું સત્ય શું છે તે આગળની સ્લાઇડમાં જાણીએ.
અમદાવાદઃ 500 અને 1000 જૂની નોટ પર બેન લગાવવાથી આખો દેશ પરેશાન થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી લોકો બેન્કો આગળ લાઇન લગાવવા મજબૂર બન્યા છે. તેવામાં સૌથી વધારે પરેશાની એવા પરિવારોમાં થઇ રહી છે જેમના ઘરે દીકરો કે દીકરીના લગ્ન નક્કી કર્યા હશે. કારણ કે આવા પરિવારોને હાલમાં સૌથી વધુ કેશની જરૂર રહેતી હશે. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવો મેસેજ વહેતો થયો છે કે જેમના પરિવારોમાં લગ્ન હોય તેવા લોકો આ રીતે વધુ પૈસા મેળવી શકે છે.