અમદાવાદઃ એક્ટિવા પરથી પડી છતાં યુવતીએ દાખવી હિંમત, ભાગતા બે ચોરને પકડી પોલીસને હવાલે કર્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jul 2017 12:35 PM (IST)
અમદાવાદઃ એક્ટિવા પરથી પડી છતાં યુવતીએ દાખવી હિંમત, ભાગતા બે ચોરને પકડી પોલીસને હવાલે કર્યા
1

લોકો ભેગા થઇ જતાં બંને ચોરને પકડી પોલીસ સ્ટેશન લઇ ગયાં હતાં, માધુપુરા પોલીસે વિકી રામુભાઇ દંતાણી (ઉ.વ. 19) અને હરેશ રાજુભાઈ દંતાણી (ઉ.વ. 24) (બંને રહે. ઇંદ્રનગરનાં છાપરાં, શાહપુર દરવાજા બહાર) અને હરેશ સેનમા (રહે. પઠાણની ચાલી, શાહપુર)ની ધરપકડ કરી ટેબલેટ કબજે કર્યું હતું.

2

મળતી માહિતી મુજબ અસારવામાં વોરાની ચાલી ખાતે મોહસીનાબાનુ મહંમદ શરીફ શેખ (ઉ.વ.20) પોતાના પરિવાર સાથે રહે છે. મોહસીનાબાનું શાહીબાગ સ્વા‌મિનારાયણ મંદિર પાસેના એડ્વાન્સ પ્લાઝામાં મોબાઈલ ‌સિમકાર્ડની કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.

3

અમદાવાદઃ અમદાવાદના અસારવામાં રહેતી એક યુવતીએ પોતે એક્ટિવા પરથી નીચે પડી જવા છતાં હિંમત દાખવીને પોતાની બેગમાંથી ટેબ્લેટ લૂંટનાર ત્રણ લૂંટારુઓનો પીછો કરી બે લૂંટારુને ઝડપી લીધા હતા. આ અંગે યુવતીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ટેબ્લેટ લઇ ફરાર થનારા લૂંટારુની પણ ધરપકડ કરી છે.

4

ગઈ કાલે સાંજે તે એક્ટિવા લઇ નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ટ્રાફિક જામ હતો, જેથી તેમણે એક્ટિવા ઊભું રાખ્યું હતું. દરમિયાન ત્રણ શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમને ધક્કો મારીને એક્ટિવા પરથી નીચે પાડી દીધાં હતાં.

5

બાદમાં એક શખ્સે મોહસીનાબાનુની બેગમાંથી ટેબ્લેટ કાઢી લીધું હતું, ત્યારબાદ ત્રણેય ફરાર થઈ ગયા હતા. મોહસીનાબાનુંએ હિંમત દાખવીને તેમની પાછળ દોડ્યાં હતાં. ત્રણેય લૂંટારુઓ રિક્ષામાં બેસવા જતા હતા ત્યારે તેમણે ‌રિક્ષાનો સળિયો પકડી લીધો હતો. તેના કારણે રીક્ષા આગળ ના વધી શકતાં એક લૂંટારુ ટેબ્લેટ લઇ ભાગી ગયો હતો પણ બે લૂંટારુ ઝડપાઈ ગયા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ એક્ટિવા પરથી પડી છતાં યુવતીએ દાખવી હિંમત, ભાગતા બે ચોરને પકડી પોલીસને હવાલે કર્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો