ચૂંટણીના પરિણામો 2024
(Source: ECI | ABP NEWS)
અમદાવાદઃ MNCની મેનેજર યુવતીએ સુરતના યુવક સાથે બાંધ્યા સંબંધ, હનીમૂન પર જવાનાં હતાં ને શું થયું ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીને સાથે લઈ જઈ એ પછી એનજીઓના સંચાલકે મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ પ્રમાણે પિડીત યુવતી મુંબઈની છે જ્યારે ભાવિક સોલંકી અને તેનો પરિવાર સુરતના રહેવાસી છે. પિડીત યુવતીએ પૈસા પડાવવા તેની સાથે ભાવિકે પ્રેમ સંબંધ રાખ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે મૂળ મુંબઈની અને અમદાવાદમા મલ્ટીનેશનલ કપંનીમા મેનેજર તરીકે ફરજ બજાવતી યુવતી ભાવિક સોલંકી નામના યુવકના પરિચયમાં આવી હતી. બે વર્ષ પહેલાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા. ભાવિકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
લગ્ન બાદ લૂંટેરી દુલ્હન પતિને લૂંટીને ફરાર થવાના અનેક કિસ્સા બન્યા છે પણ અમદાવાદમા લૂંટેરો દુલ્હો લગ્નના દિવસે જ પત્નીના લાખો રૂપિયા લઈને નાસી ગયો હોવાની ઘટના સામે આવતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. એક દિવસના લગ્ન જીવનનો કરૂણ અંજામ અને છેતરપિંડીના કેસમા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત આ ષડયંત્રમા ભાવિક અને તેના માતા-પિતાની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ભાવિક સોંલકીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી હોવાનુ ખુલ્યુ છે. આ ઉપરાંત તે પિડીત યુવતીને છૂટાછેડા આપવા ધમકી આપી રહયો છે તેવો આક્ષેપ પણ કરાયો છે.
ભાવિકે 21 જૂન, 2017ના રોજ યુવતી સાથે દરિયાપુર ખાતે લગ્ન પણ કર્યાં હતાં. યુવતીએ પોતાના પતિ ભાવિક સાથે હનીમુન માટે ગોવા જવાનું પ્લાનીંગ કર્યુ હતું. ભાવિકે ગોવા જવા માટે યુવતી પાસેથી દોઢ લાખ લીધા હતા અને લગ્નના દિવસે જ તે આ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.
અનેક સપનાં જોઈને બેઠેલી યુવતી લગ્નના દિવસે પોતાના પતિની રાહ જોતી રહી પણ ભાવિક પાછો ફર્યો નહિ. આ છેતરપિંડીથી યુવતી આઘાતમા આવી ગઈ અને તેણે એનજીઓનો સંપર્ક કર્યો. એનજીઓએ યુવક અને યુવતીએ લગ્ન કર્યાં હતાં તેનું રજિસ્ટ્રેશન કરાવવા આપેલી અરજીના આધારે મેરેજ સર્ટિફિકેટ કઢાવ્યું.
અમદાવાદઃ અમદાવાદમાં મલ્ટિનેશનલ કંપની (MNC)માં મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધનારો યુવક લગ્નના દિવસે જ તેના લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ફરાર થનારો યુવક સુરતનો છે ને યુવતીએ યુવકે પોતાનં માતા-પિતા સાથે મળીને તેને લૂંટી હોવાની ફરિયાદ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -