અમદાવાદઃ 9 વર્ષના લિવ ઇન રિલેશન અને યુવતી માતા બનાવ્યા પછી યુવકે શું આપ્યો દગો? જાણો
બાદલની માતા પ્રિયાના કમાયેલા પૈસાથી દારૂનો ધંધો કરતી હોવાથી તે પિયર આવી ગઈ હતી. બીજી તરફ બાદલે અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતા અને તે તેની સાથે લગ્ન કરવાનો છે, તેવી જાણ પ્રિયાને થતાં તેણે મહિલા પોલીસ સ્ટેશને ન્યાય માંગતી અરજી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે) અને બાદલ(નામ બદલ્યું છે) છેલ્લા નવ વર્ષથી અમરાઇવાડીમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ નવ વર્ષના રિલેશન દરમિયાન તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા અને જેને કારણે તેમને અત્યારે 8 વર્ષનો દીકરો પણ છે.
લિવ ઇન રિલેશન દરમિયાન યુવતી બાદલના ઘરે જ રહેતી હતી. ત્યારે આઠ વર્ષ પહેલા ગર્ભવતી થતાં બાદલની માતાએ તેઓ સંતાનના જન્મ પછી તેઓના લગ્ન કરાવી દેશે, તેમ જણાવ્યું હતું. આથી પ્રિયાએ બાળકને જન્મ આપ્યો હતો અને આજે તે આઠ વર્ષનો છે.
બાળકના જન્મ પછી યુવક અને તેના પરિવારજનોએ પ્રિયા તરફ અણગમો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, પ્રિયાએ બાદલની માતાને લગ્ન માટે પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપતાં તેમણે ફાડી નાંખ્યું હતું. તેમજ તેમના લગ્ન પણ કરાવ્યા નહોતા.
અમદાવાદઃ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના લિવ ઇન પાટર્નરે છેતરપિંડી કરતાં પોલીસ પાસે ન્યાય માગતી અરજી કરી છે. યુવકે નવ વર્ષના લિવ ઇન રિલેશન અને એક પુત્રની પ્રાપ્તિ થયા પછી પોતાની પ્રેમિકાને છોડી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -