ગુજરાત સરકારના આ વિભાગમાં 1503 કર્મચારીની મોટી ભરતી, 15 માર્ચ અરજીની છેલ્લી તારીખ, જાણો વિગતો
આ ઉપરાંત ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણ રીઝેનિંગ, નિગમને લગતી માહિતી, ટીકીટ- લગેજ ભાડાના ગણિતિક પ્રશ્નો, મોટર વ્હીકલ એકટની પ્રાથમીક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવારના પ્રશ્નો કંડકટરની ફરજો, કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી વિગેરેને લગતા પ્રશ્નો હશે. પરીક્ષા પછી મેરીટ પ્રમાણે ભરતી કરવામાં આવનાર છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલાં ઉમેદવારોએ 100 ગુણની હેતુલક્ષી લેખિત પરીક્ષા P.M.R. પધ્ધતિથી આપવાની રહેશે. જેમાં ઉતિર્ણ થવા માટે લઘુતમ માર્કસ 40 રખાયા છે. બે કલાકની પરીક્ષા દરમ્યાન સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ ભુગોળ, ગુજરાત અને ભારતના વર્તમાન બનાવો (ધોરણ 10 કક્ષાનું) પૂછાશે.
આ ઉપરાંત વધારાની લાયકાત તરીકે ધોરણ 12 પાસ તથા ગ્રેજ્યુએશન છે. વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલું કંડકટર લાયસન્સ, વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટીફિકેટ તથા લઘુતમ ઉંચાઇ હોવી જરૂરી છે. વધારાની લાયકાતના ગુણને અગ્રતામાં લેવાશ તેમ જાહેરાતમાં જણાવાયું છે. આ જગા માટે લેખિત પરીક્ષા લેવાળે.
કંટક્ટરની નોકરી માટે પુરૂષ અને મહિલા બંને ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે. રીઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમ પ્રમાણે છુટછાટો આપવામાં આવી છે. માજી સૈનિકો માટે પણ 135 જગ્યાઓ અનામત છે. ભરતીમાં બેઝીક કવોલીફીકેશન ધોરણ 10 પાસ તથા વયમર્યાદા 18થી 35 વર્ષ છે.
આ જગ્યાઓ પર ભરતી વિશેની તમામ માહિતી http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જોઇ શકાય છે. આ જ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ ભરતીમાં 1358 નવી જગ્યાઓ છે તથા અગાઉની ઘટ 145 જગ્યાઓની હતી. આ રીતે કુલ 1503 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે હાલમાં મોટા પ્રમાણમાં ભરતી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ, અમદાવાદ દ્વારા રાજયમાં વિવિધ જગ્યાએ 1503 કંડકટરોની ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ જગાએ માચે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ,2017 છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -