અમદાવાદ કોન્સ્ટેબલે PSI યુવતી સાથે બાંધ્યા સંબંધ, પછી અચાનક આવ્યો શું વળાંક?
આ અંગેની મળતી વિગતો પ્રમાણે પીએસઆઇ યુવતી દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી, ત્યારે અહીં જ ફરજ બજાવતાં કોન્સ્ટેબલના પ્રેમમાં પડી હતી. કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા પીએસઆઇની બળાત્કારની ફરિયાદ પછી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. કોન્સ્ટેબલ દ્વારા અવાર-નવાર આપવામાં આવતી ધમકીને પગલે પણ પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન આ યુવતીને કોન્સ્ટેબલમાંથી પીએસઆઇમાં બઢતી મળી હતી અને તેમનું પ્રમોશન વડોદરા ખાતે થયું હતું. દરમિયાન કોન્સ્ટેબલ પીએસઆઇ યુવતીને ધાકધમકી આપતો હતો. કોન્સ્ટેબલની ધમકીઓ વધતાં મહિલા પીએસઆઇએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી.
અમદાવાદઃ PSI યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસબેડામાં ભારે ચર્ચા જાગી છે. યુવતી દરિયાપુરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતાં, ત્યારે અહીં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલે તેને લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યો હતો. હવે પીએસઆઇ તરીકે બઢતી થયા પછી યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -