✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ યુવકના લગ્નેતર સેક્સ સંબંધની જાણ પત્નિને થતાં યુવક પોતે પત્નિને પ્રેમિકા પાસે લઈ ગયો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Aug 2017 10:39 AM (IST)
1

આ ઘટના બાદ મહેશે પ્રિયંકાને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેના કારણે પ્રિયંકા પોલીસ સ્ટેશન પહોંચી છે અને પતિ તથા તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધી છે. રાણીપ પોલીસે લફરાબાજ પતિ અને તેની પ્રેમિકા સામે ઘરેલુ હિંસા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ગુનો નોંધ્યો છે.

2

મહેશ અને રેખાના અંગત પળોના ફોટા જોઈ ચોંકેલી પ્રિયંકાએ સાસરીયાંને વાત કરતા સાસુ અને સસરાએ મહેશને ઠપકો આપ્યો હતો. દસેક દિવસ અગાઉ મહેશ પત્નીને રેખાને મળાવવા લઈ ગયો હતો. ત્યારે રેખાએ કહ્યું હતું કે, મહેશ જ મારો પતિ છે અને હવે મારે જ તેની સાથે રહેવાનું છે. જો તું આડે આવીશ તો અમે બંને તેને પતાવી દઈશું.

3

છેલ્લા ત્રણેક વર્ષથી મહેશ પ્રિયંકા સાથે નાની વાતે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. પ્રિયંકાને જાણવા મળ્યું હતું કે, કુબેરનગર ચાણકય સોસાયટીમાં રહેતી રેખા નામની (નામ બદલ્યું છે.)યુવતી સાથે દિલીપને સેક્સ સંબંધો છે. પ્રિયંકાએ એક દિવસ મોકાનો લાભ લઈને પતિનો મોબાઈલ ફોન ચેક કરતાં રેખા સાથેના ફોટા મળી આવ્યા હતા.

4

આ ઘટનાની વિગત એવી છે કે સુભાષબ્રિજ કેશવનગર વિસ્તારમાં રહેતા મહેશના સાથે પ્રિયંકા (બંનેના નામ બદલ્યા છે) સાથે અગિયારેક વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન પ્રિયંકાએ બે પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. આઠેક વર્ષ સુધી સારી રીતે વર્તણૂંક કરનારા પતિ મહેશનું વર્તન અચાનક બદલાઈ ગયું હતું.

5

રસપ્રદ વાત એ છે કે, યુવક પોતે જ પોતાની પત્નિને પોતાની પ્રેમિકાને મળાવવા લઈ ગયો હતો. આ મુલાકાત વખતે પ્રેમિકાએ યુવકની પત્નિને કહ્યું હતું કે, આ જ મારો પતિ છે અને હવે મારે જ તેની સાથે રહેવાનું છે. તુ આડે આવીશ તો અમે બંને તને પતાવી દઈશું. આ ધમકીને પગલે મામલો પોલીસ પાસે પહોંચતાં ફરિયાદ નોંધાઈ છે.

6

અમદાવાદઃ અમદાવાદમાં ત્રણ સંતાનોના પિતા એવા એક યુવકને અપરીણિત યુવતી સાથે સેકસ સંબધ બંધાયા હતા. આ સેક્સ સંબંધના કારણે પતિનું વર્તન બદલાઈ ગયું હતું તેથી યુવકની પત્નિને શંકા જતાં તેણે પતિનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો ને તેના કારણે પતિની કામલીલાનો ભાંડો ફૂટી ગયો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ યુવકના લગ્નેતર સેક્સ સંબંધની જાણ પત્નિને થતાં યુવક પોતે પત્નિને પ્રેમિકા પાસે લઈ ગયો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.