અમદાવાદઃ યુવતીને પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીના કહેવાથી લીધા ડિવોર્સ ને પછી શું થયું?
આ ઘટનાથી હેબતાઈ ગયેલાં યુવાનની માતાએ બૂમાબૂમ કરતા લોકો ભેગાં થઇ ગયાં હતાં અને યુવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ ગયા હતા. યુવતીને વી.એસ. હોસ્પિટલમાં સમયસર સારવાર મળતાં તેની જીંદગી બચી ગઈ પણ પ્રેમી હવે શું કરશે તે તેને ખબર નથી. પોલીસ આ કેસમાં તપાસ કરીને પગલાં ભરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની સાથે છેતરપિંડી થયાનું લાગતાં યુવતી યુવક સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઇ હતી. પરંતુ પાલડી અને એલિસબ્રિજ પોલીસે હદના મામલે પોલીસે સોનલને ખો આપી ફરિયાદ ના લેતાં યુવતી સીધી પાલડી કોચરબ ગામ ખાતે પ્રેમીના ઘરે ગઇ અને પરેશની માતાની નજર સામે બ્લેડ વડે હાથની નસ કાપી દીધી હતી.
યુવકે આ ગાળામાં યુવતી સાથે પ્રેમ લીલા ચાલુ રાખી હતી. બંને સેક્સ સંબંધો ભોગવતાં અને શરીર સુખ પણ માણતા હતા. યુવતી અવાર નવાર યવુકને તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની વાત કરતી હતી પણ યુવક ગલ્લાંતલ્લાં કરતો હતો. છેવટે યુવકે પત્ની સાથે છૂટાછેડા લેવાની જ ના પાડી દીધી હતી.
થોડા સમય પહેલાં યુવકે યુવતીને કહ્યું કે, તું તારા પતિને છૂટાછેડા આપી દે, હું પણ મારી પત્નીને છૂટાછેડા આપી દઉ. પ્રેમીની વાતની ગંભીરતાથી નોંધ લઇને યુવતીએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા અને યુવકે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની કાર્યવાહી ચાલુ છે તેમ કહ્યું હતું.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે પાલડી વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન બાદ કોચરબ ગામમાં રહેતા પરિણીત યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એકબીજાનાં જીવનસાથીથી છૂપાઈને બહાર મળતાં હતાં. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા ને બંને અલગ અલગ જગાએ સેક્સ માણીને શરીરની ભૂખ સંતોષતાં.
પ્રેમીએ યુવતીને કહ્યું કે, તું તારા પતિને છૂટાછેડા આપી દે અને હું પણ મારી પત્નીને છૂટાછેડા આપી દઉં, પછી આપણે બંને લગ્ન કરી લઈશું. પ્રેમીની વાત માનીને પ્રેમિકાએ પતિને છૂટાછેડા આપી દીધા પછી પ્રેમી ફરી જતા પ્રેમિકાની હાલત કફોડી બની હતી. જેથી પ્રેમિકાએ પ્રેમીના ઘરે જઇને હાથના કાંડાની નસો કાપી દીધી હતી.
અમદાવાદઃ એક યુવતીને એક પરીણિત યુવાન સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. પ્રેમીએ યુવતીને પોતાના પતિથી ડિવોર્સ લઈ લેવા કહ્યું કે જેથી તેની સાથે લગ્ન કરી શકાય. યુવતીને તેની વાત માનીને ડિવોર્સ લઈ લીધા પણ પછી પ્રેમી ફરી જતાં યુવતીએ પ્રેમીના ઘરે જઈને આપઘાતની કોશિશ કર્યાની ચોંકાવનારી ઘટના બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -