યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા નેટવર્કિંગ મીટ નું આયોજન
Download ABP Live App and Watch All Latest Videos
View In App'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' (વાયફ્લો) યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકો તૈયાર કરવાનું તેમજ તેઓના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન અને તકો પુરુ પાડવાનું મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. આ માટે 'વાયફ્લો' વિવિધ ઉદ્યોગ, વ્યવસાય અને મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે સેમિનાર , તાલિમ , જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરે છે.
આ પ્રસંગે બંને ફેશન ડિઝાયનરનું સ્વાગત કરતા વાયફ્લોના ચેરપર્સન 'શ્રિયા દામાણી'એ જણાવ્યું કે શહેરમાં મહિલાઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ નેટવર્કિંગ અને તેના દ્વારા આગળ વધવાના પ્લેટફોર્મ બહુજ ઓછા છે, અને આજના આ કાર્યક્રમ દ્વારા આવુ જ એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા નેટવર્કિંગ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં દેશના જાણીતા યુવા ફેશન ડિઝાયનર શિવાન અને નરેશ હાજર રહ્યા હતા. આ ડિઝાઇનર તેઓના બીચવેર કલેક્શન માટે ખુબજ પ્રસિદ્ધ છે. આ કાર્યક્રમમા વાયફ્લો મેમ્બર્સ સહિત શહેરના જાણીતા લોકોએ હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -