અમદાવાદઃ ચાઈનીઝ દોરી ગળામાં ફસાઈ જતાં બ્રિજ પરથી પસાર થતાં યુવકનું મોત
અમદાવાદના સોલા બ્રિજ પરથી બાઈક પર પસાર થઈ રહેલ અંકિત નામનાં યુવાનના ગળા પર પતંગના દોરાથી ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે. દોરીના કારણે યુવાનના ગળા પર ઉંડો ઘા પડી ગયો હતો. પરંતુ સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. મહત્વનું છે કે હજી ઉત્તરાયણને 14 દિવસ બાકી છે ત્યારે અત્યારથી આવા બનાવ બનવા લાગ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી જાણકારી અનુસાર, મેહુલ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. મેહુલ ગયા શુક્રવારે હાટકેશ્વર બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે તેને પતંગની દોરી વાગી જતા ગળાની નસ કપાઇ હતી. લોહીને રોકવા હાથ મુકીને રોડ પર મદદ માટે ભાગ્યો. કોઈ રિક્ષાચાલકે તેને હોસ્પિટલ ખસેડ્યો પરંતુ સારવાર મળે તે પહેલાં તે મોતને ભેટ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે ઇસનપુરમાં એક આધેડ વયની મહિલા ચાલતા પસાર થઇ રહી હતી. ત્યારે પતંગની દોરી તેમના કાન પર પડી હતી. કોઇ વાહન સાથે ખેંચાવાથી મહિલાનો કાન કપાયો હતો.
અમદાવાદઃ અમદાવાદના હાટકેશ્વરના ઓવરબ્રિજ પરથી પસાર થતાં એક્ટિવા ચાલક યુવકને બે દિવસ પહેલા ચાઇનીઝ પતંગની દોરી ગળામાં વાગી હતી. જેનું સારવાર દરમિયાન એલ.જી.હોસ્પિટલમાં મોત થયું હતું. વિંઝોલ ગામ નજીક આયોજન નગરમાં રહેતો મેહુલ દિનેશભાઇ ડાભી હાટકેશ્વર બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે તેના ગળામાં પતંગની દોરી આવી ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -