3 કિશોર સ્વામીનારાયણ સાધુના કઢંગી હાલતમાં ફોટા પાડવા ઘૂસ્યા ને પછી શું થયું?
ત્રણમાંથી એકે કબાટનું ડ્રોઅર તોડી જે મળ્યું એ લૂંટી લીધું અને ત્રણે જણા ત્યાંથી ફરાર થઈ ગયા.હોસ્ટેલમાં રહેતા બંને જણા આ કાંડ આચરી 5.15 વાગ્યે પાછા હોસ્ટેલ આવી ગયા અને રીઢા ગુનેગારની જેમ રોજબરોજના કામમાં લાગી ગયા. જોકે પોલીસે સાધુ પાસે નિયમિત આવતા લોકોની તપાસ હાથ ધરી ત્યારે એમને જયની વાત શંકાસ્પદ લાગી હતી. આથી પોલીસે જયની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને એણે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.
આ જોઈને પકડાઈ જવાની બીકે બંને સાથીદારો પણ સ્વામી ઉપર તૂટી પડ્યા અને ડઘાયેલા સ્વામી કશું પણ સમજે તે પહેલાં તો બે જણે એમને છાતીમાં અને પીઠમાં છરીના ઘા માર્યા અને ત્રીજાએ એમનું માથું જોરથી દીવાલમાં અથડાવી દીધું. ગંભીર ઈજાઓને કારણે સ્વામી ત્યાં જ ઢળી પડ્યા.
જય સ્વામીની નજીક ગયો . પ્લાન મુજબ તેણે ફોનનું વીડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું. એકાએક સ્વામીને ખ્યાલ આવ્યો કે જય તેમની હરકતોને રેકોર્ડ કરી રહ્યો છે આથી તેમણે જયના મોબાઈલને છીનવી લેવાનો પ્રયાસ કર્યો. જયે મોબાઈલ પકડી રાખતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
જય કાયમની જેમ ઘરેથી સંતનિવાસ જવા નીકળ્યો, તેના સાથીદારોએ બપોરે 2.15 વોર્ડનને સ્કીન ડીસીઝ હોવાથી ડોકટરને બતાવવા જવાનું કહી હોસ્ટેલમાંથી બહાર નીકળ્યા. ત્રણે સંતનિવાસમાં જય કાયમ અહીં આવતો હોવાથી તેની કે તેના સાથીદારો તરફ કોઇનું ધ્યાન પણ ગયું નહીં. ત્રણેય પોતાની સાથે છરી લઇને ગયા હતા.
આ ત્રણેયે પોતાના મોબાઇલમાં સ્વામીની બિભત્સ કલીપ બનાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડી કાઢયો હતો અને જો સ્વામી પ્રતિકાર કરે તો સામનો કરવા બે છરી પણ મેળવી લીધી. જયના સાથીદારો હોસ્ટેલમાં રહેતા હોવાથી આ લોકો રાત્રે તો સંતનિવાસમાં જઇ શકે એમ નહોતા આથી તેમણે બપોરનો સમય પસંદ કર્યો.
ત્રણેય સાધુની બિભત્સ ક્લીપિંગ બનાવી પૈસા પડાવવા માગતા હતા. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ધર્મતનયદાસજીની હત્યા માટે તેમની સેવા કરતો સગીર વયનો જય (નામ બદલ્યું છે) અને તેના બે સગીર સાથીદારોની ધરપકડ કરાઈ છે. જય તેમની મન દઇને સેવા કરતો. સ્વામી દર વખતે 200-500 રૂપિયા તેને આપતા હતા. જયે તેની સ્કૂલમાં સાથે ભણતા બે છોકરાઓને સ્વામી વિશે જણાવ્યું.
નડિયાદઃ બે દિવસ પહેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સંત તરીકે સેવા આપતા ધર્મતનયદાસ સ્વામીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ હતી. પોલીસે ઘટનાના 48 કલાકમાં જ આરોપીઓને પકડી પાડ્યાં છે. પકડાયેલા ત્રણે આરોપી કિશોરવયના છે અને 11-12માં ધોરણમાં અભ્યાસ કરે છે.