✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉમરેઠઃ યુવતીને લગ્ન પછી બીજા યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમી સાથે ભાગેલી યુવતીને પતિ પાછી લાવ્યો પછી શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Oct 2017 10:35 AM (IST)
1

પોલીસે તપાસ હાથ ધરતાં જ્યોત્સનાબેન મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક છરી પણ મળી આવી હતી. જોકે, ગુનામાં તેનો ઉપયોગ થયો છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરાઈ રહી છે. હાલમાં પરિણીતાનું મૃત્યુ ગળું દબાવવાના કારણે શ્વાસ રૂંધાવવાથી થયું હોવાનું ખૂલ્યું છે.

2

પત્નીના સેક્સ સંબંધોને કારણે પતિએ હજી પણ પત્ની તેના પ્રેમીને જ ચાહે છે તેવો આક્ષેપ કરીને શનિવારે સાંજે ઝઘડો કર્યો હતો. તેણે ઉશ્કેરાઈને તેણે તેની સાડી વડે જ તેને ગળે ટુંપો દઈ હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ તે સીધો જ ઉમરેઠ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી.

3

ઉમરેઠ: ઉમરેઠમાં પરીણિત યુવતીને લગ્ન પછી અન્ય પુરૂષ સાથે સેક્સ સંબધ બંધાયા હતા. વાસનામાં અંધ યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. યુવક મોટું મન રાખીને પત્નિને પાછી લઈ આવ્યો પણ યુવતીએ પ્રેમી સાથે સેક્સ સંબંધો ચાલુ રાખતાં ઉશ્કેરાયેલા યુવકે તેની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

4

પતિને આ વાતની જાણ થતાં તે ગુસ્સે થયો હતો પણ પછી સમાધાનના ભાગરૂપે તે તેની પત્નીને ગત 9 ઓક્ટોબરના રોજ તેડી લાવ્યો હતો. દરમિયાન પાંચ દિવસ અગાઉ તેઓ ઉમરેઠ ખાતે ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. આ દરમિયાન તેની પત્નિ તેના પ્રેમી સાથે રંગરેલિયાં મનાવે છે તેવું તેને કોઈએ કહ્યું હતું.

5

આ ઘટનાની વિગત એવી છે કે, પાદરા તાલુકાના તરખડી ગામે રહેતા કિરણભાઈ મૂળજીભાઈ રબારીનાં લગ્ન દોઢક વર્ષ પહેલા મીંયાગામ કરજણ ખાતે રહેતી જ્યોત્સનાબેન સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પત્નીને તેના પિયરમાં રહેતા યુવક જયદિપસિંહ રતનસિંહ કોઠીયા સાથે સેક્સ સંબંધ બંધાયા હતા.

6

જ્યોત્સના પતિનિ ગેરહાજરીમાં પ્રેમીને મળતી અને તેની સાથે રંગરેલિયાં મનાવતી હતી. પતિને પત્નિના સેક્સ સંબંધોની જાણ થતાં તેના આડા સંબંધને કારણે દંપત્તિ વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. દરમિયાનમાં લગ્નના છ મહિના પછી પિયર ગયેલી પરિણીતા તેના પ્રેમી જયદીપ સાથે ભાગી ગઈ હતી.

  • હોમ
  • આણંદ
  • ઉમરેઠઃ યુવતીને લગ્ન પછી બીજા યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમી સાથે ભાગેલી યુવતીને પતિ પાછી લાવ્યો પછી શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.