સેક્સ સંબંધમાં સ્વામીનારાયણ સાધુની હત્યા થઈ હોવા મુદ્દે પોલીસ જોઈ રહી છે શાની રાહ?
જોકે પોલીસના જણાવ્યાનુસાર પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ અન્ય હકીકતો પણ બહાર આવશે. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, હાલમાં આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. સ્વામી પાસેથી આ સગીરો અવારનવાર પૈસા લઈ જતાં હતા.
નડિયાદઃ ત્રણ દિવસ પહેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સંત તરીકે સેવા આપતા ધર્મતનયદાસ સ્વામીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ હતી. પોલીસે ઘટનાના 48 કલાકમાં જ આરોપીઓને પકડી પાડ્યાં હતા. પકડાયેલા ત્રણે આરોપી કિશોરવયના છે અને 11-12માં ધોરણમાં અભ્યાસ કરે છે.
વડતાલ સ્વામી હત્યા પ્રકરણમાં હાલમાં પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઈ રહી છે. સગીરોએ જે યોજના ઘડી હતી સ્વામીને વાંધાજનક સ્થિતિમાં કેમેરામાં કેદ કરવાની તે પ્લાન સગીરોએ ક્યા આધારે ઘડયો હતો તે સૌથી મોટો પ્રશ્ન છે અને તેનો જવાબ મેળવવા માટે હાલમાં પોલીસ મથામણ કરી રહી છે.
જોકે સ્વામીની હત્યાનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. સ્વામીને વાંધાજનક સ્થિતિમાં કેદ કરવા માટેની યોજનાને અમલમાં મૂકવાના પ્રયાસો પણ સગીર આરોપીઓએ કર્યા હતા પણ સ્વામીને રેકોર્ડિંગ થતું હોવાનું જાણ થઈ જતાં જ મામલો બગડયો હતો અને સગીરોએ સ્વામીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા બાદ હાલમાં સગીર આરોપીઓ અને સ્વામી એમ બંનેના મોબાઈલ ફોનની તપાસ એફ.એસ.એલ.ની ટીમ કરી રહી છે. સ્વામીને સગીર સાથે કોઈ આપત્તિજનક સંબંધો હતા કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારે હજી પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકતો સ્પષ્ટ થશે.
ત્રણેય સાધુની બિભત્સ ક્લીપિંગ બનાવી પૈસા પડાવવા માગતા હતા. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ધર્મતનયદાસજીની હત્યા માટે તેમની સેવા કરતો સગીર વયનો જય (નામ બદલ્યું છે) અને તેના બે સગીર સાથીદારોની ધરપકડ કરાઈ છે. જય તેમની મન દઇને સેવા કરતો. સ્વામી દર વખતે 200-500 રૂપિયા તેને આપતા હતા. જયે તેની સ્કૂલમાં સાથે ભણતા બે છોકરાઓને સ્વામી વિશે જણાવ્યું.
જોકે પૈસાની લાલચ દિવસે ને દિવસે વધતી ગઈ અને એક કાયમી સોર્સ બની જાય તે માટે સ્વામીને બ્લેક-મેલ કરવા માટે તેમને વાંધાજનક સ્થિતિમાં કેદ કરવાની યોજના ઘડાઈ, પણ આ યોજનામાં હથિયાર સાથે લઈ જવાની જરૂર પણ હતી, જો સ્વામી હો..હા.. કરે અને પોતે પકડાઈ જાય તો? એ બીક સગીરોને હતી અને એટલે જ સ્વામીએ પ્રતિકાર કરતાંની સાથે જ સહેજ પણ સમય વેડફ્યા વગર સગીરોએ ઠંડા કલેજે સ્વામીની હત્યા કરી નાખી. જોકે સગીરો સ્વામી સાથે આવા કોઈ સંબંધ ધરાવતા હતા કે કેમ તે મામલે સ્પષ્ટતા થઈ નથી.