વડતાલમાં જેમની હત્યા થઈ તે સ્વામીનારાયણ સાધુ કિશોરો સાથે સેક્સના શોખીન હતા? પોલીસે શું આપ્યો જવાબ?
વડતાલ સ્વામી હત્યા પ્રકરણમાં હત્યા કરનાર કિશોરો પકડાયા તેમણે પોલીસ સમક્ષ ચોકાવનારી વિગતો જાહેર કરી છે જેમાં તેઓ સ્વામીની કઢંગી હાલતમાં વીડીયો ક્લીપીંગ ઉતારવાના હોવાનું કબુલ્યું છે. આ બાબતે સમગ્ર વડતાલમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કારણ કે મૃતક સ્વામી સમલૈગીંક સંબધોના શોખીન હશે કે શું? તેવી શંકાએ જોર પકડ્યું છે. પોલીસે આ બાબતે પીએમ રીપોર્ટ આવ્યા બાદ આ અંગે માલુમ પડશે તેવું જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કિશોરોએ હત્યા કરેલ સ્વામીને કઢંગી હાલતમાં વીડિયો ક્લીપીંગ બનાવવાની કોશીષ કરી રહ્યા હતાં. આ કર્યા બાદ સ્વામીને બ્લેકમેઈલિંગ કરીને પૈસા પડાવવાનું કાવતરું રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વડતાલ તીર્થ ધામમાં સંત નિવાસમાં રહેતા ધર્મતનયદાસ સ્વામી શુક્રવારે સાંજે લોહીથી લથબથ હાલતમં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના પગલે સાધુ-સંતોએ સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
શુક્રવાર સાંજે સ્વામીના ઘરે પ્રસાદી લેવા આવેલ ત્રણ કિશોરોએ ભેગા મળી સ્વામીની હત્યા કરી હતી. જેમાં સ્વામી બાથરૂમમાંથી નીકળતા હતા ત્યારે આ ત્રણેય કિશોર પૈકીના એક કિશોરે સ્વામીનું મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ બીજા બે કિશોરે છરી વડે પેટના ભાગે અને બરડાના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકીને સ્વામીની ઘાતકી હત્યા કરી હતી.
એકલતાનો લાભ લઈને સાથે લાવેલ બેગમાંથી છરી કાઢી સ્વામી ધર્મતનયની ઘાતકી હત્યા કરી હોવાનો પર્દાફાશ આ ત્રણયે કિશોરોએ કર્યો હતો. પોલીસે ગુનામાં ઉપયોગ કરાયેલ એક્ટિવા, છરી અને બેગ કબ્જે કરી છે. ત્રણેય કિશોરોએ ભેગા મળી સ્વામીની ઘાતકી હત્યા કર્યા બાદ તેમના રસોડાની રૂમમાં આવેલ એક લોકરનું તાડું તોડી તેમાંથી પરચુરણ રકમ લઈને ફરાર થઈ ગયા હતાં. હત્યા પ્રકરણમાં પોલીસે કબ્જે કરેલ ત્રણેય કિશોરો વડતાલના બાજુમાં આવેલ એક ગામમાં રહે છે. અભ્યાસ કરે છે.
ઘરમાં એકલા રહેતા સ્વામીને કઢંગી હાલતમાં ફોટોગ્રાફ્સ અને વીડિયો ક્લીપીંગ ઉતારી તેમને બ્લેકમેઈલિંગ કરી સ્વામી પાસેથી પૈસા પડાવવાનો આ કિશોરોનો પ્લાન હતો. પરંતુ આ પ્લાન પાર ન પડતાં ત્રણેય કિશોરોએ ભેગા મળી સ્વામીને છરાના ઘા મારી હત્યા કરી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે. પોલીસે આ ત્રણયે કિશોરને કોર્ટમાં રજુ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસે ત્રણેય કિશોર પાસેથી એક એક્ટિવા અને છરી કબ્જે લીધી હતી. આ ત્રણેય કિશોરો આ વાહન ઉપર સવાર થઈને સ્વામીના ઘરે આવ્યા હતાં.
પોલીસે આ કિશોરના ઘરે પહોંચી હતી અને ત્યાં જઈને તેની અટકાયત કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે પોતાના સાથી મિત્રો સાથે ધર્મતનયદાસ સ્વામીને છરાના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે ત્રણેય કિશોરની અટકાયત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી. જોકે ઊલટ તપાસમાં પોલીસ સામે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં શુક્રવારે સાંજે સમયે ચાર વાગ્યાના આસપાસ ત્રણેય કિશોર ભેગા મળીને ધર્મતનયદાસ સ્વામીના ઘરે પ્રસાદી લેવા ગયા હતા.
સ્વામીની હત્યા થયા બાદ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ આદરી હતી. પોલીસે હત્યા કરાયેલ સ્વામીના રૂમમાં તપાસ કરતાં તેઓ ઘરમાં રસોડાનાં એક ડ્રોવરમાંથી સરસામાન વેરવીખેર હાલતમાં જોવા મળ્યો હતો. આથી પોલીસ પ્રાથમિક તપાસાં આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ અને એલસીબી ટીમે સ્વામીનો મોબાઈલનો કબ્જો મેળ્યો હતો. પોલીસ અને એલસીબીએ સ્વામીના મોબાઈલની કોલ્ડ ડીટેલ્સ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે વડતાલ પાસેના એક પરા વિસ્તારમાં રહેતો ધોરણ 11માં ભણતો એક કિશોર તેમના ગાઢ પરીચિત હતો તેવું બહાર આવ્યું હતું.
વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ત્રણ દિવસ પહેલા ધર્મતનયદાસ સ્વામીની હત્યા થઈ હતી. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ-અલગ જગ્યાએ ચારથી વધુ ટીમો બનાવી તપાસ આદરી હતી. પોલીસે આ તપાસમાં સ્વામીના કોલ ડીટેલ્સ પણ ચેક કરાવી હતી જેમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. જેના આધારે આ હત્યાના પગલે પોલીસે ત્રણ સગીર વયના કિશોરોની ધરપકડ કરી હતી જે બાદ પૂછપરછ પણ કરી હતી. પુછપરછમાં આ કિશોરો સ્વામી ખુબજ નજીકમાં હતા. વધુમાં પૈસાના આશયથી આ ત્રણેય કિશોરોએ ભેગા મળી હત્યા કરી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -