આણંદ: 3.70 કરોડની જૂની ચલણી નોટ સાથે 4ની ધરપકડ, સોદો ન થતા પરત ફર્યા હતા
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ મહુધા ખાતે બદલવા ગયા હતા. પરંતુ સોદો ન થતાં તેઓ પરત આવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે તેમની પાસેના પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતાં તેમાંથી રદ કરેલી રૂપિયા 1 હજારના દરની 100 નોટ લેખે 265 બંડલ, જ્યારે 500ના દરની 100 નોટ લેખે 210 બંડલ મળી આવ્યા હતા. 8 નવેમ્બર 2016થી જૂની નોટ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે.
આણંદઃ આણંદના સામરખા ચોકડી પાસેથી 3.70 કરોડની જૂની ચલણીનોટો સાથે આમદાવાદની આરઆર સેલની ટીમે 4 વ્યક્તિઓની અટકાયત કરી છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આ શખ્સો મહુધા નોટ બદલવા ગયા હતા પરંતુ સોદો ન થયો અને તે લોકો પરત આવતા હતા. પોલીસને નડિયાદથી સામરખા ચોકડી તરફ ચાર શખ્સ એક્ટિવા પર રદ થયેલી ચલણી નોટ લઈને આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચારેય શખ્સો આવી પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -