આણંદમાં મોદીનું ભાષણ સાંભળતાં સાંભળતાં જ હાર્ટ એટેક આવતાં જ ખુરશીમાંથી ઢળી પડ્યાં, પછી શું થયું? જાણો વિગત
સભા ચાલુ હતી તે દરમિયાન અચાનક તેમને ગભરામણ થતાં તેઓ ખુરશી પરથી પડી ગયાં હતાં અને હાર્ટ એકેટક આવ્યો હતો. તાત્કાલિક સભા બહાર ઉભેલી એમ્બ્યુલન્સમાં તબીબો પાસે લઈ જવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને વદુ તપાસ માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં મૃતદેહને મોકલી આપ્યો હતો.
રવિવારે મોદી મોગરમાં જાહેર જનતાને સંબોધવાના હોવાની જાણકારી મળતા ખેડા જિલ્લાના કાલસર ગામનાં રેખાબેન એચ. રાવલજી (55 વર્ષ) ખાસ કાલસરથી મોગરમાં જાહેર સભામાં નરેન્દ્ર મોદીના પ્રચનને સાંભળવા માટે આવ્યાં હતાં.
આણંદઃ આણંદિ જ્લાલના મોગર ખાતે મોદીએ અમૂલ ડેરીના 1120 કરોડના નવીમ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન મોદીએ જાહેર સભાને સંબોધી હતી. જોકે મોદીને સાંભળવા આવેલ એક મહિલાનું હાર્ટ એકેટ આવતા મોત થયું હતું. આ મામલે પોલીસે તપાસના આદેશ આપ્યા છે.