ચોટીલા દર્શન કરીને પાછા ફરતા નવસારીના પાટીદાર પરિવારને અકસ્માત, 4નાં મોત
ગોઝારા અકસ્માતમાં ઘાયલ થયેલાં લોકોના નામ- અમિતાબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.35) - જિગર ગણેશભાઈ પટેલ (ઉ.વ.18) - પ્રીતિબેન સંદીપભાઈ પટેલ, (ઉ.વ.18) - દિલીપભાઈ ઝવેરભાઈ પટેલ (ઉ.વ.18) - કાંતાબેન અરવિંદભાઈ પટેલ (ઉ.વ.40) - ક્રિષાબેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.6) - કૈલાસબેન ગણેશભાઈ પટેલ (ઉ.વ.30)
આ ઘટનાની જાણ થતા પેટલાદ ગ્રામ્ય પી.એસ.સાઈ.બી.પી.પટેલ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.રાજેશભાઇ નાથુભાઈ પટેલની ફરિયાદને આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતમાં પરિવારના અન્ય 7 વ્યક્તિઓ ઘાયલ થતા તેમનને કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત મુકેશભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ઘટના બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક બિનવારસી હાલત મૂકી ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી પ્રમામે નવસારી જિલ્લાના ખેર ગામના રાજેશ પટેલનો પરિવાર સૌરાષ્ટ્ર દર્શન કરીને ચોટીલા ગામે રવિવારના રોજ રાત્રે 9 વાગ્યા પહોંચ્યા હતાં. ચોટીલા રાત્રે ખેરગામે જવા માટે પરિવારના 14 સભ્યો કારમાં નીકળ્યા હતાં. આ કાર રવિવાર મધ્યરાત્રીના 12.30 કલાકની આસપાસ ધર્મજ-તારાપુર હાઇવે પર આવેલ દંતેલી પાટીયા નજીક પહોંચી હતી. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારનો કુચડો નીકળી ગયો હતો. ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ચાલક ચંપકભાઈ અર્જુનભાઈ પટેલ (ઉ.વ.૩૨), કારમાં સવાર બ્રિજલબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.૧૭), ટીનાબેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.૩૨)ને શરીરે તથા માથામાં ગંભીરઇજાઓ પહોંચતા ધટનાસ્થળે મોત નિપજયાં હતાં.
પેટલાદ-આણંદ: ધર્મજ-તારાપુર હાઇવે પર આવેલ દંતેલી પાટીયા નજીક રવિવાર મધ્યરાત્રીના સુમારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરુંણ મોત નીપજ્યાં હતા તેમજ 7 વ્યક્તિઓ ઘાયલ થયા થતા તેમને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.