આણંદઃ NRIની દારૂ પાર્ટી, અમદાવાદ-વડોદરાની પાંચ યુવતીઓ સહિત 11 પકડાયા
કોણ-કોણ ઝડપાયા 1. નીખીલકુમાર ઈન્દ્રવદન શાહ, ઉ.વ. 31, ધંધો-વેપાર, રહે. આંકલાવ 2. અકમઅલી લીયાકતઅલી સૈયદ, ઉ.વ. 22, ધંધો-ડ્રાઈવીંગ, આંકલાવ 3. દિપકકુમાર ઘનશ્યામભાઈ પંચાલ, ઉ.વ. 28, ધંધો-નોકરી, આંકલાવ 4. નિલેશકુમાર રજનીકાન્ત પટેલ, ઉ.વ. 25, ધંધો-ખેતી, રહે. આંકલાવ 5. સંજયકુમાર રાવજીભાઈ પટેલ, ઉ.વ. 47, ધંધો-ખેતી, રહે. આંકલાવ 6. મનીષકુમાર જીવાભાઈ પ્રજાપતિ, ઉ.વ. 36, ધંધો-ડ્રાઈવીંગ, આંકલાવ 7. જાનકીબેન દિલીપભાઈ પટેલ, ઉ.વ. 20, ધંધો-ઘરકામ, રહે. વડોદરા 8. સોનલબેન રામાભાઈ દાંતી, ઉ.વ. 28, ધંધો-ઘરકામ, રહે. વડોદરા 9. શાહીનબાનુ કાદીરમિયાં શેખ, ઉ.વ. 27, ધંધો-ઘરકામ, રહે. વડોદરા 10. ચંદ્રિકાબેન હરેશભાઈ તડવી, ઉ.વ. 29, ધંધો-ઘરકામ, રહે. વડોદરા 11. આશાબેન નરસિંહભાઈ પરમાર, ઉ.વ. 24, ધંધો-ઘરકામ,અમદાવાદ
હાલમાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને એફએસએલમાં મોકલી અપાયા છે. જોકે, ચાર યુવતીઓ વડોદરાની અને એક યુવતી અમદાવાદની છે. જેમને તેઓ પોતાની મિત્ર હોવાનું જણાવતાં હતા. પરંતુ સઘન પૂછપરછ કરતા તેમને ડાન્સ કરવા માટે બોલાવી હોવાનું તેમણે જણાવ્યું હતું, તેમ આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.બી. ખાંભલાએ જણાવ્યું હતું.
આણંદઃ આંકલાવની રંજેવાડ સીમમાં એનઆરઆઇની દારૂની મહેફિલમાંથી અમદાવાદ-વડોદરાની પાંચ યુવતીઓ સહિત 11 યુવક-યુવતીઓ પકડાયા છે. આંકલાવ પોલીસે સોમવારે મોડી રાત્રે રેડ પાડતા આ તમામ પકડાઇ ગયા હતા. અમેરિકાથી પરત આવેલા આંકલાવના એનઆરઆઈ યુવકે મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે બે ટુ વ્હીલર સાથે કુલ રૂા. 67 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
રેડ દરમિયાન 11 નંગ બિયર, વિદેશી દારૂની ચાર બોટલ કબ્જે લીધી હતી. પ્રાથમિક તપાસમાં 11 યુવક-યુવતીઓ પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતા. પોલીસે 11 યુવક-યુવતીઓ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી હતી. ખેતર માલિક રજનીકાન્તનો પુત્ર નીલેશ અમેરિકાથી આવ્યો હોઈ તેણે મિત્ર માટે પાર્ટીનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.
રંજેવાડ સીમમાં રજનીકાન્ત પરસોત્તમભાઈ પટેલના ખેતરમાં યુવક-યુવતીઓ ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડોમાં પાંચ યુવતીઓ મળી કુલ 11ને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં છ યુવકો આંકલાવના રહેવાસી હોવાનું તેમજ ચાર યુવતીઓ વડોદરાની જ્યારે એક યુવતી અમદાવાદની હોવાનું જણાવ્યું હતું.