✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ડિરેક્ટર મારી સાથે સેક્સની જ વાતો કરી છેડતી કરે છે', આણંદની પ્રતિષ્ઠિત સંસ્થાની ઘટના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2017 10:10 AM (IST)
1

મહિલાએ જણાવ્યું હતું કે મને બીક લાગે છે. મને નજર કેદ રાખવામાં આવી છે. CCTV કેમેરા પણ લગાવ્યા છે. મારા રૂમની સામે એક સીસ્ટમ પણ બનાવી છે, જેમાં અમારી રજાની પણ માહિતી તેમની પાસે હોય છે.પોલીસે જણાવ્યું કે અમે મહિલાની રૂબરૂ લેખિત ફરિયાદના આધારે IRMAના ડાયરેક્ટર ડો. આર.સી. નટરાજન વિરુધ જાતીય સતામણીની ફરિયાદ નોંધી છે.

2

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, માત્ર જાતિય સંબંધો વિષે જ વાતો હોય એમની મારાથી આ સહન ના થયું. એક મહિના પેહલા ઈરમાની સમિતિને ફરિયાદ કરી હતી. ત્યાંથી મેં લોકલ કમિટીમાં ફરિયાદ દાખલ કરી અને આજે મેં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

3

આણંદઃ આણંદની પ્રસિદ્ધ સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ(IRMA)ની એક મહિલા કર્મચારીએ સંસ્થાના જ ડાયરેક્ટર ડો. આર.સી. નટરાજન સામે આમંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ છે કે, ડિરેક્ટર તેની સાથે વારેવારે સેક્સની જ વાતો કરે છે અને છેડતી કરી છે. મહિલાને ડિરેક્ટર બે મહિનાથી શારીરિક અને માનસિક હેરાનગતિથી કરતા હતા.

4

IRMAમાં કામ કરતી આ મહિલા કર્મચારીએ ડિરેક્ટરની હરકતોથી તંગ આવીને એક મહિના અગાઉ સંસ્થાની મહિલા સમિતિને ફરિયાદ કરી હતી. મહિલાએ કમિટીને જણાવ્યું હતું કે, સતત પાંચ વખત એવું બન્યું કે સિનિયર અધિકારી દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોય. મહિલાએ જણાવ્યું હતું કે, આ બાબતે સમિતિ યોગ્ય ઉકેલ લાવે. જોકે, આ પછી પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો.

5

આથી ફરીયાદી મહિલા ગઈ કાલે મંગળવારે સાંજે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને અરજી આપી હતી. ત્યાર બાદ રાત્રે ૧૧ વાગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ છે કે, હું પાંચ વર્ષથી ઈરમામાં કામ કરું છું, બધું સારું ચાલતું હતું. ૬ મહીનાથી નવા ડાયરેક્ટર આવ્યા અને તેમણે માત્ર જાતીય વાતો જ ચાલુ રાખી. ઘણી વખત મને સંબોધીને અને અન્યને સંબોધીને ટીપ્પણીઓ કરતાં હતા.

  • હોમ
  • આણંદ
  • 'ડિરેક્ટર મારી સાથે સેક્સની જ વાતો કરી છેડતી કરે છે', આણંદની પ્રતિષ્ઠિત સંસ્થાની ઘટના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.