આણંદઃ USમાં ફાર્માસિસ્ટ યુવકે આણંદમાં ટ્રેન નીચે પડતું મૂકી કેમ કર્યો આપઘાત? જાણો વિગત
આણંદ: રવિવારે મોડી સાંજે કરમસદના એનઆરઆઈ યુવકે આણંદથી વડતાલ તરફ જતી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ હતી. અમેરિકામાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો કલ્પિત પટેલ ગયા અઠવાડિયે વતન આવ્યો હતો. કલ્પિત લગ્ન કર્યા બાદ છેલ્લાં બે વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકલ્પિત એક અઠવાડિયાથી માનસિક અસ્વસ્થ હોઈ તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3ના છેડે રવિવારે મોડી સાંજે 30 વર્ષીય યુવકે આણંદથી વડતાલ તરફ જતી ભક્તાણી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
કલ્પિત પટેલ ગત અઠવાડિયે તેઓ અમેરિકાથી વતન કરમસદ પરત ફર્યા હતા. રવિવારે બપોરે તે ઘરેથી એક્ટીવા લઈને નીકળી ગયા હતા અને રેલવે સ્ટેશને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવક છેલ્લાં કેટલાંય સમયથી માનસિક અસ્વસ્થ હતો. તેની સારવાર અમેરિકામાં ચાલતી હતી તેવું ખૂલ્યું છે.
કલ્પિત પટેલ વધુ સારવાર અર્થે તે ગયા રવિવારે વતન પરત ફર્યો હતો અને રવિવારે બપોરે આપઘાત કરી લીધો હતો. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી સ્થિતીના કારણે તે તાણમાં હશે તેવું પોલીસનાં સૂત્રો માની રહ્યાં છે. હાલમાં પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ ચેકિંગમાં એક એક્ટીવા મળી આવ્યું હતું. આ એક્ટીવાના નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં એક્ટીવા કરમસદ ગામ સ્થિત રામદેવ મંદિર સામે આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં રહેતા રંજનબેન પટેલના નામનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તપાસ કરતા મૃતક યુવક રંજનબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આણંદ રેલવે પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ તુરંત જ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે, મૃતકના ખિસ્સામાંથી માત્ર વાહનની ચાવી મળી હતી. જેના આધારે પોલીસે રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -