✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આણંદઃ લગ્નના 15 દિવસ પછી પિયર આવેલી યુવતીએ કોની સાથે કૂવામાં ઝંપલાવ્યું? શું હતું કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2017 11:14 AM (IST)
આણંદઃ લગ્નના 15 દિવસ પછી પિયર આવેલી યુવતીએ કોની સાથે કૂવામાં ઝંપલાવ્યું? શું હતું કારણ?
1

આણંદ: ઉમરેઠ તાલુકાના શીલી ગામે મોનબા માતા મંદિર નજીક કૂવામાં વહેલી સવારે યુવતીએ પ્રેમી સાથે ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને પિયરમાં પહેલીવાર આંટો ખાવા આવી હતી. યુવતીને સાસરીવાળા તેડવા માટે આવવાના હતા તે જ દિવસે પ્રેમી સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જેમાં યુવતીનું મોત થયું છે. જ્યારે યુવકને હોસ્પિટલ ખસેડાયો છે.

2

ઉમરેઠ તાલુકાના શીલી ગામે નવા રોહિતવાસમાં રહેતી અંજુબેન વિનુભાઈ રોહિત (ઉ.વ.30)ના 15 દિવસ અગાઉ લગ્ન થયા હતા. જોકે, અંજુબેનને ફળિયામાં રહેતાં દિનેશ જીવાભાઈ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતા. ત્યારે ગઈ કાલે રવિવાર વહેલી સવારે ગામની સીમમાં મોનબા માતાના મંદિર નજીક આવેલ તાડીયાકૂવામાં પડતું મુક્યું હતું. કૂવામાં પાણી હોવાથી બંને ડૂબવા લાગ્યા હતા.

3

વહેલી સવારે ખેતરમાં કામ કરતાં કેટલાક લોકો આ દ્રશ્ય દૂરથી જોઇ જતાં કૂવા પાસે દોડી આવ્યા હતા. જેમાં યુવક પાણીમાં હવાતિયા મારી રહ્યો હતો. ગામના લોકોએ તેને દોરડા વડે બહાર કાઢીને બચાવી લીધો હતો. પરંતુ અંજુબેનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે જાણ થાં આણંદ ફાયર બ્રીગેડની ટીમ દોડી આવી હતી અને કૂવામાં રસ્સી વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.

4

અંજુના લગ્ન 15 દિવસ અગાઉ સાવલી તાલુકાના ધોલિયા ગામના યુવક સાથે થયા હતા. લગ્નના બીજા દિવસે પિયરમાં આવી ગઇ હતી અને રવિવારે તેની સાસરીમાંથી તેને તેડવા માટે આવવાના હતા. પરંતુ અંજુને પ્રેમ હતો અને બંનેએ જીવનભર સાથે રહેવાનું નક્કી કર્યુ હતું. પરંતુ સમાજ તેને સાથે નહીં રહેવા તે ડરથી રવિવાર સવારે ગામના કૂવામાં બંનેએ પડતું મુક્યુ હોવાનું જાણવા મળ્યું છે.

  • હોમ
  • આણંદ
  • આણંદઃ લગ્નના 15 દિવસ પછી પિયર આવેલી યુવતીએ કોની સાથે કૂવામાં ઝંપલાવ્યું? શું હતું કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.