આણંદઃ યુવતીને કારમાં બેસાડી બે યુવકોએ કર્યા અડપલા, કરી બીભત્સ માંગણી, પછી શુ થયું?
દરમિયાન ગત એપ્રિલમાં ઉમરેઠ આવેલી યુવતીને મોહસીન ઉર્ફે લેલીએ ફોન કરીને ઉમરેઠ દરવાજા આગળ બોલાવી હતી. જ્યાંથી યુવતીને કારમાં બેસાડી આણંદ લઈ ગયા હતા. જ્યાં આમીર તેમજ મોહસીને યુવતી સાથે છેડછાડ કરી હતી. આ પછી તેની પાસે બીભત્સ માંગણી કરી હતી. એટલું જ નહીં, પૈસા આપવાની માગ કરી હતી. જો ન આપે તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીના લગ્ન પછી આમીરે પોત પ્રકાશ્યું હતું. આમીર અને તેનો મિત્ર મોહસીન ઉર્ફે લેલી મહેબૂબ વ્હોરા યુવતીને તેના ફોટા પતિ અને સસરાને મોકલી આપવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. તેમણે યુવતી પાસેથી અત્યાર સુધીમાં દોઢ લાખ પડાવ્યા છે. આમ છતાં તેમની માગણી ન અટકતા યુવતીએ પોતાના ઘરેણા પણ વેચી નાંખ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, કઠલાલની 20 વર્ષીય યુવતીના એક વર્ષ પહેલા પટેલાદ ખાતે લગ્ન થયા છે. યુવતીને લગ્ન પહેલા કઠલાલના બજાર પીપળા પાસે રહેતા આમીરભાઈ વ્હોરા સાથે મિત્રતા હતા. આ સમયે યુવતીએ આમીર સાથે ફોટા પડાવ્યા હતા. જોકે, લગ્ન પછી યુવતીએ આમીર સાથેની મિત્રતા તોડી નાંખી હતી.
આણંદઃ પેટલાદની યુવતીને કારમાં બેસાડીને બે યુવકો દ્વારા શારીરિક છેડછાડ કરવામાં આવી હતી અને પછી બીભત્સ માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ યુવકોએ તેમની સાથેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતાં યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે બે યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -