આણંદઃ યુવતીએ લગ્ન પછી સેક્સ સંબંધની ના પાડતાં પ્રેમીએ કર્યું કેવું પાશવી કૃત્ય? જાણો
તેમણે ટિનાના દીકરાને ટેમ્પો ચલાવવા આપી દીધો હતો અને આ પછી ટિના સાથે ફરીથી પ્રેમસંબંધ રાખવા મહેશે દબાણ કર્યું હતું. જોકે, ટિનાએ ઇનકાર કરતાં મહેશ રોહિત સાથે મળીને જબરદસ્તીથી એસિડ પીવડાવી દીધું હતું.
એસિડ પીવડાવતાં જ ટિનાની હાલત ખરાબ થઈ જતાં ડરી ગયેલા મહેશ અને રોહિત તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડોક્ટરે સારવાર આપવાની ના પાડતાં બંને તેને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ પછી ટિના રીક્ષામાં બેસીને ઘરે પહોંચી હતી અને પરિવારજનોને બધી વાત કરી હતી. આથી ટિનાને ગંભીર હાલતમાં બોરસદ પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, બોચાસણમાં રહેતા ટિનાબેન પરમાર(નામ બદલ્યું છે)ના લગ્ન પહેલા મહેશ પરમાર સાથે પ્રેમસંબંધ હતા. પરંતુ ટિનાના લગ્ન થઈ જતાં તેણે મહેશ સાથેના પ્રેમસંબંધો પૂરા કરી દીધા હતા. જોકે, મહેશે ટિનાને સંબંધ ચાલું રાખવા જણાવ્યું હતું. દરમિયાન ગત સોમવારે બપોરે ટિનના પોતાના દીકરા સાથે સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં મહેશ પરમાર અને રોહિત પટેલ મળ્યા હતા.
આણંદઃ બોરસદ તાલુકાના બોચાસણની એક યુવતીએ લગ્ન પછી પોતાના પૂર્વ પ્રેમી સાથે પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતાં યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને આ ઉશ્કેરાટમાં પોતાની પૂર્વ પ્રેમિકાને એસિડ પીવડાવી દીધું હતું. આ અંગે પીડિત યુવતીએ બોરસદ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.