VHPના ડો. તોગડિયાએ મોદી સામે કર્યો આકરો પ્રહાર, જાણો શું બોલ્યા?
આણંદ : છેલ્લા બે વર્ષમા આ દેશમાં સમુદ્ધ ખેડુત ગરીબ અને દેવાદાર બનતા આત્મહત્યા કરી રહ્યો છે. તેમ આજે વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ મીડીયા સમક્ષ જણાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં ડો. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં આ દેશમં જે ખેડૂતો સમુદ્ધ હતા તે ગરીબ બન્યા છે. દેવાદાર બન્યા છે. અને આત્મહત્યા કરનાર બન્યા છે. તે ખેડૂતોને ફરીથી સમુદ્ધ બનાવવામાં આવે અને તે ખેડૂતો આત્મહત્યા કરતા અટકે તેવી કામગીરી કરવા માટે અને ખેડૂતોની આવક વધે તો તેઓ સમુદ્ધ બને અને જો ખેડૂતોની આવક માત્ર 10 ટકા પણ વધશે તો તેમના જીવનમાં આમુલ પરિવર્તન આવશે અને જો ખેડૂતોની આવક દોઢથી બે ગણી વધે તો તે સમુદ્ધ ખેડૂત આત્મહત્યા કરતો અટકશે.
દેશમાં છેલ્લા બે વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરાજેલા છે ત્યારે વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર ડો. તોગોડીયાએ દેશમાં ખેડૂતની દશા અંગે સ્પષ્ટમત જણાવતા ચકચાર મચી જવા પામી છે.
જેથી તેઓને ખેડૂતોને સમુદ્ધ બનાવવા અને તેઓની આવક વધારવા માટે ચોક્કસ યોજના ધડી કાઢવા કૃષિ વૈજ્ઞાનિકોને જણાવ્યું હતું.
આણંદમાં ગઇકાલે સવારે વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયાએ આણંદની કૃષિ યુનિ.ના કૃષિ વૈજ્ઞાનિકો સાથે એક ચર્ચા બેઠક યોજી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -