આણંદઃ NRI પતિની પત્નીની છૂટાછેડા માટે કનડગત, કેવી રીતે આપતો હતો ત્રાસ? જાણો
પિયર આવેલી લુબનાબાનુએ આ અંગે આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શેખ જમીર શબ્બીરહુસેન મહંમદહુસેન અને સાસરીવાળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બંનેનું લગ્નજીવન થોડો સમય સારૂ ચાલ્યા પછી પતિ જમીરે તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે લુબનાબાનુને છૂટાછેડા આપવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં. તેના સાસરીયાઓ પણ તેને ત્રાસ આપતા હોવાની ફરિયાદ યુવતીએ કરી છે. પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ સહન નહી થતા લુબનાબાનુ આણંદ પોતાના પિયરમાં આવી ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, આણંદમાં સરવરીયા મસ્જીદ પાસે રહેતા ફિરોજભાઈ વ્હોરાની દિકરી લુબનાબાનુના લગ્ન મૂળ બોરસદ ટાઉન હોલ પાછળ અને હાલ ન્યુઝીલેન્ડમાં રહેતા શેખ જમીર શબ્બીરહુસેન મહંમદહુસેન શેખ સાથે ૨૦૧૪માં થયા હતા. લગ્ન પછી જમીરહુસેન સ્ટુડન્ટ વિઝા પર ન્યુઝીલેન્ડ ગયો હતો અને ત્યાં નોકરી કરતો હતો. જ્યારે લુબના તેની સાસરીમાં રહેતી હતી.
આણંદઃ મૂળ ગુજરાતી અને અત્યારે સ્ટુન્ડ વિઝા પર ન્યુઝીલેન્ડ ગયેલા બોરસદના યુવકે પોતાની પત્નીને છૂટાછેડા માટે કનડગત શરૂ કરતાં યુવતીએ આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીએ પોતાનો પતિ વિદેશ ગયા પછી તું મને ગમતી4 નથી, છૂટાછેડા આપી દે, તેવું કહે છે અને સાસરીવાળા પણ શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોવાનું તેમજ મારઝુડ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.