ગુજરાતમાં ફરી ઉનાવાળીઃ પાટીદારોના ગરબા જોવા ગયેલા દલિત યુવકની હત્યા, જાણો ક્યાં બની ઘટના?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાવને પગલે દલિત લોકોના ટોળાંએ પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા. તેમણે આરોપીની ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. જેને પગલે કલેક્ટર ડો. ધવલ પટેલ, જિલ્લા પોલીસ વડા સૌરભકુમાર સિંઘ સહિત પેટલાદ અને ખંભાત ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેને પગલે ત્રણ કલાક બાદ મામલો થાળે પડ્યો હતો. અને સાંજે પાંચ કલાકે પોલીસ કાફલા વચ્ચે મૃતકની અંતિમયાત્રા કાઢી હતી. આગળ જુઓ વધુ તસવીરો...
આ મામલે પ્રકાશ સોલંકીની ફરિયાદના આધારે ભાદરણ પોલીસે સંજય ઉપરાંત અન્ય સાત યુવકો ચિંતન કિરણ, ધવલ રમેશ, જિજ્ઞેશ ઠાકોર, વિક્કી અરવિંદ, રિતેન સુરેશ, દિપેશ મનુ અને રૂત્વીજ અરવિંદ (તમામ જાતે પટેલ) વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપડક કરી હતી. પરંતુ પોલીસ મથકે ટોળાંનો હલ્લાબોલ જોતા જ તેમને પ્રથમ બોરસદ પોલીસ મથકે અને ત્યારબાદ પેટલાદ લઈ જવામાં આવ્યા હતા.
જોકે ભયભીત થયેલા યુવકો તુરંત જ તેને બોરસદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ કરમસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ સંજયના અન્ય મિત્ર પણ ત્યાં ધસી આવ્યા હતા. તેમણે જયેશને થપ્પડ મારી હતી. તેમના ઝઘડામાં પ્રકાશ વચ્ચે પડતાં પ્રકાશને પણ માર માર્યો હતો અને તેને બાજુમાં હડસેલી મૂકીને જયેશને ઊંચકીને બાજુની ભીંતમાં પછાડી જાતિવાચક શબ્દો કહ્યા હતા. ઢોરમાર મારવાને કારણે જયેશ બેભાન થઈ ગયો હતો.
ભાદરણીયા ગામના વણકરવાસમાં રહેતા 23 વર્ષીય જયેશ ભઈલાલ સોલંકી, તેમજ તેના કાકાના દીકરા પ્રકાશ રમેશ સોલંકી સહિત અન્ય મિત્રો ભાદરણીયા મહાદેવ મંદિર સામે આવેલા ધોબીઘાટ પાસે થતા નવરાત્રિના ગરબા જોવા માટે ગયા હતા. દરમિયાન સંજય ઉર્ફે ભીમો ઠાકોર પટેલ નામનો ગામમાં રહેતો એક યુવક તેમની પાસે આવ્યો હતો. તેણે જયેશને બાજુમાં બોલાવીને તમને અહીં ગરબા જોવા કેમ આવ્યા છો. તમને ના પાડી છે ને તેમ કહી જાતિવાચક શબ્દ કહ્યા હતા. આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આણંદઃ આણંદ જિલ્લામાં રવિવારે એક ગરબા યાજોનમાં સામેલ થવા પર એક સમુદાયે કથિત રીતે પર એક 19 વર્ષીય દલિત યુવકને ઢોર માર મારીને હત્યા કરી હતી. પોલીસે આ મામલે આઠ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટના મોડી રાત્રે ચાર કલાકે બની હતી. આ મામલે દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે રવિવારે બપોરે ભાદરણ પોલીસે ધરપકડ કરેલા આઠેય આરોપી યુવકોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે પોલીસ સ્ટેશને હલ્લાબોલ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -