✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરમસદથી 'ગુજરાત ગૌરવ યાત્રા'નો પ્રારંભ, અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Oct 2017 01:24 PM (IST)
1

2

કરસમદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો પ્રારંભ થયો હતો. સરદાર વલ્લભભાઇ પટેલના નિવાસસ્થાનેથી હું વિકાસ છું, હું છું ગુજરાતના સૂત્ર સાથે ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્મમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અમિત શાહે જેવું ભાષણની શરૂઆત કરી કે તરત જ ‘જય પાટીદાર, જય સરદાર’ના લખાણ સાથેની ટોપી પહેરેલા કેટલાક યુવકોએ હોબાળો મચાવ્યો હતો.

3

ટોળાના હોબાળા બાદ થોડા સમય માટે કાર્યક્રમ રોકી દેવામા આવ્યો હતો. તોફાન કરનારા યુવકોને પોલીસ બહાર લઇ ગઇ હતી. ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ પાટીદાર યુવકોને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ ભાજપ મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદરથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરશે.

4

પોતાના ભાષણમાં અમિત શાહે મોદી સરકારના વખાણ કર્યા હતા. શાહે કહ્યું કે, ગુજરાત ભાજપના દરેક કાર્યકર્તાને મારી વિનંતી છે કે ગામેગામ જઈને કમળને મજબૂતીથી ખીલાવો. બીજેપીનો કાર્યકર્તા નિયમ લઈને જાય કે ગુજરાતની ચૂંટણીમાં બીજેપી જ આવશે. ભાજપની સરકારમાં માથાદીઠ આવક લાખ રૂ. કરતા વધારે છે જ્યારે કોંગ્રેસના રાજમાં 13,665 રૂ. હતી.  

  • હોમ
  • આણંદ
  • કરમસદથી 'ગુજરાત ગૌરવ યાત્રા'નો પ્રારંભ, અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.