આણંદમાં કુતરાની લડાઈમાં ટોચના અધિકારાના પુત્રએ કરી હત્યા, જાણો વિગત
યુવકો કઇ સમજે તે પહેલા જ અર્જુને ઝઘડો કરી તેની પાસે રહેલો બરફ તોડવાનો લોખંડનો સળિયો મનનના પેટ અને મ્હોંના ભાગે ઉપરા-છાપરી બેથી ત્રણ વાર મારી દીધો હતો. જોકે, અચાનક થયેલા હુમલાને કારણે મનન તેમજ તેની સાથેના બંને મિત્રો ભયભીત થઈ ગયા હતા અને તુરંત જ તેને લઈને નીચે ઉતરી ગયા હતા. જોકે, તેને હોસ્પિટલમાં ખેસડાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ દરમિયાન સોમવારે તેઓ કૂતરો પાછો આપી પૈસા પરત આપવાની માંગ કરી હતી. પરંતુ તેણે પૈસા પાછા આપ્યા નહોતા. જેને પગલે મંગળવારે બપોરે ચાર વાગ્યે ચેતનભાઇની ત્યાં કામ કરતા મનન તેમજ અન્ય બે યુવકો અર્જુનના ઘરે ગયા હતા અને આ બાબતે સમજાવવાની કોશિશ કરી હતી.
કરમસદ ખાતે રહેતા ચેતનભાઈ પટેલ કૂતરાં પાળવાનો શોખ ધરાવતાં હતાં જ્યારે સાથે વેબસાઈટ બનાવવાનું પણ કામ કરતાં હતાં. જેમાં તેમની સાથે ચારથી પાંચ યુવકો કામ કરે છે. ચેતન પટેલે એક માસ પહેલા ગણેશ ચોકડી સ્થિત મહર્ષિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા અર્જુન નરેન્દ્ર પટેલ પાસેથી 15 હજારમાં રોટવિયર નામનો કૂતરો ખરીદ્યો હતો. જોકે, થોડાં જ સમયમાં કૂતરો બિમાર પડતાં તેમણે અર્જુન પટેલને કૂતરો શારીરિક બિમાર હોવાની જાણ કરી હતી.
આણંદ: આણંદની ગણેશ ચોકડી સ્થિત મહર્ષિ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્વ શિક્ષણાધિકારીના પુત્રે મંગળવારે બપોરે કૂતરાંના વેચાણ બાબતે ફરિયાદ કરવા આવેલા ત્રણ યુવક પૈકી 22 વર્ષીય યુવકના પેટ અને મ્હોંના ભાગે બરફ તોડવાનો સળિયો મારી કરપીણ હત્યા કરી હતી. સમગ્ર ઘટના બાદ શખ્સ જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો.