હાર્દિક પટેલ ફરી જેલભેગો થયો, જાણો શું છે કેસ અને ક્યાંથી કરાઈ તેની ધરપકડ?
આ અંગે નરેન્દ્ર પટેલે મારપીટ અને સોનાના દોરાની લૂંટની ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નરેન્દ્ર પટેલે સુનિલ ખોખરીયા, બ્રિજેશ પટેલ, ધવલ ભીમાવત, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સામે ફરિયાદ કરી છે. પાસના જ કન્વીનરે હાર્દિક પટેલ સામે જ ફરિયાદ કરતાં વિખવાદ જાગ્યો હોવાનું લાગી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલ સહીત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કે, શનિવારે હાર્દિક અને તેના લોકો સાથે પાટણની નવજીવન હોટલ પાસે બોલાચાલી થઈ હતી. હાર્દિકે નરેન્દ્ર પટેલને એવું કહ્યું હતું કે, તું દિલીપ સિન્ધુને કોમેન્ટ કરવાનું બંધ કર. આ મામલે ઉગ્રાત વ્યાપતાં ઝપાઝપી થઈ હતી.
હાર્દિક પચેલને પોલીસ રાત્રે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી અને તેને આજે પાટણ પોલીસ કોર્ટમાં હાજર કરશે. હાર્દિક સહિત છ લોકો સામે પાટણમાં મારપીટ અને લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. ગત શનિવારે હાર્દિક પટેલ અને અન્ય લોકોએ મહેસાણા પાસ કન્વિનર નરેંદ્ર પટેલ સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ થયો હતો.
આ ફરિયાદ નોંધાયા પછી પાટણ પોલીસે ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશનોને આ અંગે જાણ કરી હતી. હાર્દિક સુરતથી આણંદ આવી રહ્યો હોવાની જાણ થતાં સુરત પોલીસે આણંદ પોલીસને આ અંગે જાણ કરી તેની ધરપકડ કરવા જણાવ્યું હતું. તેથી આણંદ નજીક ચિખોદરા ચોકડી પાસે હાર્દિકની અટકાયત કરાઈ હતી.
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલને ફરી જેલભેગો કરી દેવાયો છે. હાર્દિક સામે ‘પાસ’ના મહેસાણાના કન્વિનર નરેન્દ્ર પટેલે મારામારી અને લૂંટ અંગેનો કેસ કર્યો છે. નરેન્દ્ર પટેલની ફરિયાદ પ્રમાણે હાર્દિક તથા તેના માણસોએ તેના પર પાટણની નવજીવન હોટલ બહાર હુમલો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -