આણંદઃ પરીણિત યુવતીને પાડોશી સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિને જાણ થતાં તેણે પ્રેમીને બોલાવીને શું કર્યું ?
આ બનાવમાં લોહીલુહાણ હાલતમાં યુવક ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ગંભીર રીતે ઈજા પામવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હત્યા બાદ ત્રણેય શખ્સ જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. ખંભોળજ પોલીસે હત્યાની કલમ હેઠળ ત્રણેય શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
હિતેન્દ્રે સોનલ સાથેના સેક્સ સંબંધો બંધ કરવા દિનેશને કહેતાં ઉગ્રતા વ્યાપી હતી. જેની જાણ દિપકભાઈ તેમજ તેના બીજા પિતરાઈ ભાઈ રણજીત શિવા મારવાડીને થતાં બંને શખ્સ બેટ લઈને બસ સ્ટેન્ડ પાસે ધસી આવ્યા હતા. અને તેમણે ઉપરા-છાપરી યુવકને શરીર અને માથાના ભાગે માર માર્યો હતો.
દિનેશ અને સોનલના સેક્સ સંબંધો ચર્ચાનો વિષય બની જતાં દિપક ઉશ્કેરાયો હતો અને તેણે દિનેશને ખતમ કરવાનું નક્કી કરી નાંખ્યું. શુક્રવારે રાત્રિના સાડા આઠ કલાકે બસ સ્ટેન્ડ પાસે પાણીપૂરી ખાવા માટે દિનેશ ગયો હતો. એ સમયે ત્યાં દિપકભાઈના પિતરાઈ ભાઈ હિતેન્દ્ર રમણ મારવાડી સાથે તેને બોલાચાલી થઈ હતી.
આ અંગેની જાણ યુવતીના પતિ દિપકભાઈ મારવાડીને થતાં તેણે દિનેશને ઠપકો આપ્યો હતો. આ મામલે તેમને અવાર-નવાર ઝઘડા પણ થયા હતા પણ એ છતાં સોનલ અને દિનેશ ખાનગીમાં મળતાં અને પોતાની શારીરિક ભૂખ સંતોષવા સેક્સ માણતાં હતાં. દિપક ઘેર ના હોય ત્યારે દિનેશ ઘરે આવતો ને સોનલને ભોગવતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સારસા ગામ સ્થિત મારવાડી પોળમાં રહેતા દિપકભાઈ કાંતિભાઈ મારવાડીની પત્ની સોનલને પાસે રહેતા દિનેશભાઈ ત્રિભોવન મારવાડી નામના 31 વર્ષીય યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. છેલ્લાં બે વર્ષથી બંને વચ્ચે આ સંબંધો હતા ને બંને ખાનગીમાં પોતાની હવસ સંતોષતાં હતાં.
આણંદ: આણંદ તાલુકામાં આવેલા સારસા ગામ સ્થિત બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે મોડી સાંજે એક યુવકની હત્યા કરી દેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવકને અન્ય શખ્શની પત્નિ સાથે સેક્સ સંબંધ હતા. તેના કારણે યુવતીના પતિ સહિત ત્રણ શખ્સે ભેગા મળીને બેટ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.