આણંદમાં યુવકે યુવતી પર ઉપરા-છાપરી પાંચ-છ ચપ્પાના ઘા ઝિંક્યા, હાલત ગંભીર
આ બનાવની જાણ થતાં જ આણંદ શહેર પોલીસ દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં જ ઈજાગ્રસ્ત યુવકને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પૂછપરછમાં યુવક લાંભવેલનો વતની હોવાનું અને તેનું નામ સંદીપ રમેશ પથ્થરવાલા હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસે હુમલો કરવા પાછળનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.
જ્યારે બીજીબાજુ, યુવક પણ ભાગવા જતો હતો. જોકે, લોકોએ સમયસૂચકતા વાપરીને તેને પકડી પાડ્યો હતો. દરમિયાન, સ્થાનિકોએ તેને માર માર્યો હતો. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત યુવતીને તુરંત જ એક યુવક બાઈક મારફતે હોસ્પિટલમાં લઈ ગયો હતો.
આ દરમિયાન, એ સમયે એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે યુવતી કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેના પર છરીના પાંચથી છ ઘા ઝીંક્યા હતા. આ બનાવમાં તેને ખભા, દાઢી અને હાથ પર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ વાયુવેગે આસપાસના લોકોમાં થતાં જ લોકો દોડી આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, પેટલાદના ધર્મજ ખાતે રહેતી ખુશ્બુ ઘનશ્યામસિંહ મહિડા આણંદ શહેરમાં આવેલા જીયો કંપનીના ડિસ્ટ્રીક્ટ સેલ્સ મેનેજર (એસડીએમ) તરીકે ફરજ બજાવે છે. શનિવારે સાંજે સાડા પાંચ કલાકે તે આણંદ આર્ટસ કોલેજ પાસે જીયો કંપનીના કાર્ડના વેચાણ માટે બેઠી હતી.
આણંદઃ શનિવારે સાંજે આણંદ શહેરમાં આવેલી ગ્રીડ ચોકડી પાસે એક યુવકે એક યુવતી પર ચપ્પાના ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઇ હતી. ઘટના બાદ નાસી છુટવાનો પ્રયાસ કરતાં યુવકને લોકોએ પકડી માર માર્યો હતો જેથી યુવકની હાલત પણ ગંભીર થઇ ગઇ હતી. અત્યારે યુવક અને યુવતી બન્નેને સારવાર અર્થે હૉસ્પીટલમાં મોકલી દેવામાં આવ્યા છે.