USમાં લૂંટારૂઓએ કરી ગુજરાતીની હત્યા, પિતાએ મોબાઈલમાં LIVE દ્રશ્યો જોયા પછી શું થયું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓ મોટેલ, સ્ટોર તથા બીજા અનેક મોટા બિઝનેસ કરી રહ્યાં છે. જેથી લૂંટના ઈરાદે તેમના પર હુમલા અને હત્યાના બનાવો વધી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક વર્ષોથી અમેરિકામાં વસતા ગુજરાતીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.
ઈશાક વોરા અભ્યાસ પૂર્ણ કર્યા પાર્ટ ટાઈમમાં ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. હાલ નડિયાદમાં આવેલા તેના ઘરે સાંત્વના પાઠવા સમાજના અનેક લોકો પહોંચ્યા હતાં.
ઈશાક શિકાગોના ડોલ્ટન ગેસ સ્ટેશન પર પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક લૂંટારુઓ આવી ચઢ્યા હતા. લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં તેનો અન્ય એક સંબંધી અને હૈદરાબાદની રહેવાસી બાખરભાઇ નામની વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી.
નડિયાદના વોરા પરિવારના યુવાનની અમેરિકામાં હત્યા થઈ છે. લૂંટના ઈરાદે બાઇક પર આવેલા બે શખ્સોએ 19 વર્ષના ઈશાક પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના શિકાગોના હારવી વિસ્તારમાં બની હતી. જેમાં નડિયાદના વોરા પરિવારનો દીકરો ઈશાક અહેમદ વોરાની હત્યા થઈ હતી.
આ યુવક ગેસ સ્ટેશન પર નોકરી કરતો હતો ત્યારે બાઈક પર આવેલા લૂંટારાઓએ લૂંટના ઈરાદે તેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં નડિયાદના ઈશાકનું મોત થયું હતું. ઈશાકના મોતને પગલે નડિયાદમાં વસતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
નડિયાદ: અમેરિકામાં વસતા ગુજરાતીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના શિકાગોના હારવીમાં નડિયાદના ઈશાક અહેમદ વોરા નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -