✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડાકોરમાં લવજેહાદઃ પરણીત પ્રેમી સાથેના સંબંધથી સગીરા બની સગર્ભા, પછી શું આવ્યો કરુણ અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Aug 2017 11:56 AM (IST)
1

દરમિયાન ગ્રામપંચાયતના સભ્ય ઝુબેદાબેન વહોરાના પતિ અજીતભાઇ અને પંચાયતના જ સભ્ય દિનેશભાઇ ગણપતભાઇ મકવાણા તેમના ઘરે આવ્યા હતા. અઘટિત બનાવ અંગે દુઃખ વ્યક્ત કરી જે થઇ ગયું તે થઇ ગયું. આમા કોઇ પોલીસ કેસ ન કરવાનું અને છોકરીની લાશને લઇને રખડવું પડશે તેવું કહી ચાલ્યા ગયા હતા. આથી ગભરાયેલા માતા-પિતાએ પારૂલની લાશને સમાજના રીતરીવાજ મુજબ ગામના જ સરકારી દવાખાના પાછળની જમીનમાં દાટી દીધી હતી.

2

મૃત્યુના પાંચ દિવસ બાદ પારુલે જ્યાં આત્મહત્યા કરી હતી, તેની સફાઇ કરતા ખૂણામાંથી સફેદ કલરનો મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં ગામના જ એક પરણિત મુસ્લિમ યુવક તાહીર રફીક વ્હોરા દ્વારા કરાયેલા ગુજરાતીમાં એસએમએસ હતા. ઉપરાંત તેના ફોટા પણ હતા. મોબાઇલ મળ્યા બાદ પારુલ પ્રેગનન્ટ હોવાની માતા-પિતાને જાણ થઇ હતી.

3

ગત ૧૭મીની સવારે માતા હિનાબેને પારુલને પથારીમાં ન જોતા તેમને પતિ રાજેશભાઇને જાણ કરી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા અને પારુલની શોધખોળ કરી હતી. અચાનક તેના નાનાભાઇએ બૂમો પાડતા બધા ઘરના સ્ટોરરૂમ જેવા ઓરડામાં ગયા હતા. જ્યાં પારુલ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આથી ઘરના લોકો ગભરાઇ ગયા હતા.

4

ઘટના સ્થળેથી શંકાસ્પદ મુસ્લિમ યુવકનો મોબાઇલ મળી આવતા લવજેહાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઠાસરા તાલુકાના નેસ ગામે હનુમાન ફળિયામાં રહેતા રાજેશભાઇ રાવળની સગીર દીકરી પારુલ રાઠોડે ગત ૧૭મી જૂલાઇ ૨૦૧૭ના રોજ રાતે પોતાના જ ઘરના સ્ટોરરૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પારુલનું સગપણ આણંદ તાલુકાના સંદેશર ગામે કરેલ હતું.

5

નડિયાદઃ ડાકોર નજીકના નેસ ગામે લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાએ મુસ્લીમ યુવકના ત્રાસથી કંટાળીને સગર્ભા અવસ્થામાં જ ગળા ફાંસો ખાધો હોવાની ઘટનામાં આજે નવો વળાંક આવ્યો છે અને ૨૫ દિવસ પછી યુવતીનો દટાયેલો મૃતદેહ બહાર કાઢી એફએસએલ તપાસમાં મોકલી અપાયો છે. છેલ્લાં પંદર દિવસથી સગીરાનો પરિવાર મુસ્લિમ યુવક સામે ફરિયાદ કરતો હતો, પરંતુ પોલીસે ભીનું સંકેલવાનો પ્રયત્નો કર્યા હોવાના આક્ષેપો થયા છે.

6

આ મામલે ગઈ કાલે બપોરે નેશ મુકામે જમીનમાં દાટેલ પારુલની લાશ બહાર કાઢવામાં આવી હતી અને અમદાવાદ એફએસએલમાં વધુ તપાસ માટે મોકલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત આ પ્રકરણમાં પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટની સ્પેશિયલ મંજૂરી લઈ લાશને બહાર કાઢી હોવાનું પીએસઆઈએ જણાવ્યું હતું.

7

આ મામલે ડાકોર પોલીસ કોઇને કોઇ બહાને ગુનો ન નોંધવાના બહાના કાઢતી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાયા છે. અંતે ઠાસરાના બજરંગ દળ અને હિન્દુ સંગઠનનું દબાણ વધતા ડાકોર પોલીસે ગત સોમવારે માતા હિનાબેનની ચાર વ્યક્તિઓ સામે કરેલ આક્ષેપની અરજી પોલીસને સ્વીકારવી પડી હતી અને ફરિયાદ નોંધી હતી. તે સમયે આ બનાવની તપાસ જમાદારને સોંપાતા પોલીસની કાર્યવાહી સામે શંકાની સોય ઉઠી છે.

8

મોબાઇલ મળ્યાની જાણ તાહીરના ઘરમાં થતા તેઓએ પારુલના માતા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું પારુલના માતા-પિતા જણાવી રહ્યા છે. ઉપરાંત અજીતભાઇ વહોરા અને દિનેશભાઇ મકવાણા દ્વારા પણ પોલીસ કેસ ન કરશો, કરશો તો કઇ નહીં થાય, અમારી પહોંચ ઉપર સુધી છે તેવી ધમકી આપી આખો મામલો દબાવી દેવાની વાત કર્યાનો આક્ષેપ પણ પારુલના માતા પિતા દ્વારા કરાયા છે.

9

ઉપરાંત મોબાઇલમાં તાહીરે પારુલને ધમકી ભર્યા મેસેજીસ પણ કરેલ હતા. તાહીરે પારુલના મંગેતરને પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત પારુલે જે પીઢ પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી, તે પીઢ જમીનથી માત્ર ૬ ફૂટ ઉપર જ છે અને પારુલની હાઇટ ૫ ફૂટ ૪ ઇંચની છે. ત્યારે પારુલે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તે પોલીસે શોધવાનું રહ્યું.

  • હોમ
  • આણંદ
  • ડાકોરમાં લવજેહાદઃ પરણીત પ્રેમી સાથેના સંબંધથી સગીરા બની સગર્ભા, પછી શું આવ્યો કરુણ અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.