આણંદઃ પ્રેમપ્રકરણમાં ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકાર્યા, શું થઈ ગઈ મોટી ભૂલ?
અન્ય યુવક અંગે પૂછપરછ કરતાં તેમણે ભગો નામનો છોકરો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી જયદીપસિંહ ઉર્ફે ભગો પોતાની સ્ટેશનરી દુકાને સવારે બેઠો હતો ત્યારે બે શખ્સો કામ છે તેમ જણાવી ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં ચારેય આરોપીઓએ ભેગા મળીને ત્રણેય યુવકને ઢસડીને ગામમાં લઈ જઇ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ભળતા નામ સાથે જયદીપસિંહને લઈ જઈ માર મારવાને પગલે યુવકે ફરિયાદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમગ્ર ઘટનામાં આરોપીઓએ યુવતીને ભગાડી જનાર નહીં, પરંતુ અન્ય ભળતા નામના યુવકને માર મારતાં પોલીસ ફરિયાદ થઈ છે. પ્રેમીના બે મિત્રોની સાથે તેને પણ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જોકે, પરિવારજનોને ભૂલની જાણ થતાં તેની માફી માંગી હતી, જોકે યુવકે ફરિયાદ કરી છે. યુવકની ફરિયાદને આધારે ચારની ધરપકડ કરવામાં આવી છે. જોકે, જામીનપાત્ર ગુનો હોઈ તેમનો છૂટકારો થયો હતો.
આણંદ: બોરસદના બદલપુરમાં પ્રેમપ્રકરણ અને યુવતીને ભગાડી જવાના મામલે યુવતીના પરિવારજનોએ ત્રણ યુવકોને જાહેરમાં થાંભલે બાંધીને માર મારતાં હોબાળો મચી ગયો હતો. ભળતા નામ સાથેના એક યુવકને બેરહેમીપૂર્વક માર મારતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
ખંભાતના હરીપુરા ખાતે રહેતા જયદીપસિંહ સોલંકીનું બીજું નામ ભગો છે. ખંભાતના જલુંધની યુવતી સાથેના પ્રેમપ્રકરણને લઈને બે યુવકો દિલીપ અને શિવને યુવતીના પરિવારજનો શૈલેષ ગોહિલ, રાજેન્દ્ર ગોહિલ, મોહન પરમાર, બળવંત પરમાર બદલપુરના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં બંને જણાને ઝાડ સાથે લટકાવીને માર માર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -