આણંદઃ સાત યુવકોએ સગીરાને હવસનો શિકાર બનાવતાં થઈ ગર્ભવતી, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
આણંદ: આણંદના અડાસ ગામની16 વર્ષીય સગીરા પર સાત સાત યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ સાતેય યુવકોએ સગીરાને ફોસલાવી અલગ અલગ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, સગીરાને પાંચ માસનો ગર્ભ રહી જતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત વર્ષે નવરાત્રિમાં મુકેશ સોલંકીએ સગીરાને ફોસલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછીથી અડાસ ગામમાં અન્ય છ યુવકોએ તેના પર અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધો દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. હાલ તમામ યુવકોના મેડિકલ કરાવીને તેમના નખ, વાળ અને વીર્યના સેમ્પલ લેવાયા છે.
ગર્ભવતી બનેલી સગીરાનો ગર્ભપાત કરાવવો કે પછી બાળકને જન્મ આપવો તે બાબતને લઈને અસમંજસની સ્થિતિ છે. જો ગર્ભપાત કરાવવો હોય તો હાઈકોર્ટમાં જવું પડશે. હાલ કિશોરીનું મેડિકલ બાકી છે. જોકે, પીએચસી સેન્ટરના તબીબોની પ્રાથમિક તપાસમાં કિશોરીને પાંચ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું છે. તેનું તબીબી પરીક્ષણ શનિવારે કરમસદની ખાનગી હોસ્પિટલમાં કરાશે, તેમ પોલીસે જણાવ્યું હતું.
વાસદ પોલીસે આ મામલે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી છે. તમામના મેડિકલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને કોર્ટે જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ સગીરા સાથે ગામમાં રહેતા મુકેશ રાવજી સોલંકીએ ગત વર્ષે નવરાત્રિના પાંચમા નોરતાના સમયે બળાત્કાર ગુજાર્યો હતો.
ગર્ભવતી બનેલી સગીરાની પૂછપરછ કરતાં સમગ્ર હકિકત તેણે જણાવી હતી. આ પછી ગુરૂવારે મોડી રાત્રે પરિવારજનોએ વાસદ પોલીસ સ્ટેશનમાં સાત યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને સાતેય યુવકોની ધરપકડ કરી હતી. સગીરાના ભાઈએ યુવકોને આ મામલે ઠપકો આપતા તેમણે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ વાત ગામમાં પ્રસરી જતા અન્ય યુવકો હિતેશ ઉર્ફે લાલા સોમા ભોઈ, ભરત મગન પઢીયાર, શાંતિ ગોરધન પરમાર, રમેશ ઉર્ફે ભોલા બુધા ગોહેલ, યોગેશ સંજય સોલંકી, કિરીટ નટુ પરમારે સગીરાને ફોસલાવી અલગ અલગ જગ્યાએ લઈ જઈને સાતેયે બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન કિશોરીને ગર્ભ રહી ગયો હતો. સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર હકિકત સામે આવતાં પરિવાર હચમચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -