તારાપુરના તલાટીને યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીએ બીજા યુવક સાથે પણ મનાવવા માંડ્યાં રંગરેલિયાં, જાણો શું આવ્યો અંજામ ?
આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા 58 હજાર રૂપિયા તેણે એચડીએફસી બેંકમાં ભર્યા હતા. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે, હજુ સુધી 19 હજારનો પત્તો મળતો નથી. તે બાબત તપાસનો વિષય બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખંભાત રોડ સ્થિત ઈલાપાર્ક સ્થિત ખંડેર હાલતમાં આવેલી દુકાનમાંથી છઠ્ઠી ઓક્ટોબરે મહીયારીના તલાટી ઈન્દ્રજીતસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન તપાસ હાથ ધરતાં મૃતકને કલોદરામાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ કરતાં યુવતીના નિકાહ ગામના જ મોઈનખાન ઉર્ફે ભોલો ઉમરખાન બસીરખાન પઠાણ સાથે થવાના હતા.
મોઈનને ભાવી મંગેતરના સંબંધ ઈન્દ્રજીતસિંહ સાથે હોવાની જાણ થતાં પોતાના ત્રણ મિત્ર જાવેદમિયાં યુસુફમીયા શેખ, સાદીદ મહમદ મલેક તેમજ એક સગીર સાથે મળી ઈન્દ્રજીતસિંહની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. પ્લાન ઘડી કાઢ્યો હતો. ગત છઠ્ઠીના રોજ તેને આ મામલે વાત કરવા માટે ઈલાપાર્ક સ્થિત ખંડેર મકાનમાં બોલાવી ત્યાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે 15 ઘા મારી હત્યા કરી દીધી હતી.
આણંદ: તારાપુર તાલુકાના મહિયારીના તલાટી કમ મંત્રીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. તપાસમાં તલાટીની મુસ્લિમ પ્રેમિકાના નિકાહ જેની સાથે થવાના હતા તે યુવક અને એક સગીર સહિત ચાર શખ્સોએ મળીને તલાટીની હત્યા કરી હતી. જેમને પોલીસે ઝડપી લીધા હતા.
હત્યા બાદ ચારેય યુવકો યુવકની બાઈક લઈ ગયા હતા. જોકે, આ બાઈક તેમણે ક્યાં મૂક્યું છે તેમજ હત્યામાં વપરાયેલું ચાકું ક્યાં ફેંક્યું છે તે તેઓ સ્પષ્ટ જણાવતા નથી. ત્રણેય આરોપીઓને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરાશે જ્યાં રિમાન્ડની માંગણી કરાશે. ઉપરાંત મૃતકના ખિસ્સામાંથી રૂા. 50 હજાર મળી આવ્યા હતા. જોકે, તેના પિતાએ દાવો કર્યો હતો કે તેની પાસે રૂા. 1.27 લાખ હતા.
મોઈનખાન એ મૂળ કસ્બારાનો છે અને કલોદરા ખાતે રહેતા તેના મામાના ઘરે રહેતો હતો. જ્યાં તેને યુવતી સાથે પ્રેમ થયો હતો. તે કાપડની કંપનીમાં નોકરી કરતો હતો. યુવતીના અન્ય યુવક સાથે પ્રેમ હોવાનું ખૂલતાં જ તેણે તેના મિત્ર સાથે મળીને ચાર મહિના પહેલાં જ હત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું અને આ બાબતે અવાર-નવાર તે રેકી પણ કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -