આંકલાવ: મુસ્લિમ યુવક 16 વર્ષની દલિત યુવતીને ધમકાવી બાઈક પર બેસાડીને લઈ ગયો પછી શું કર્યું, જાણો વિગત
ગઇકાલે સવારે સગીરાના પિતા બિમાર હોવાથી તેની માતા વડોદરા ગોત્રી દવાખાને ગઇ હતી. ત્યારે આરોપી બાઇક લઇને આવ્યો હતો. તેને ધમકાવીને બાઇક પર બેસાડીને લઇ ગયો હતો.
આ અંગેની કોઈને પણ જાણ નહીં કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી દ્વારા સતત પીછો કરીને પરેશાન કરતો હતો.
આ બનાવની વિગત એવી છે કે, 7 માસ અગાઉ આરોપી યુસુફ મલેક સગીરાના ઘરે રાત્રીના સમય ગયો હતો. તેણે બારણું ખખડાવ્યું હતું, સગીરાએ બારણું ખોલતા આરોપીએ તેને પકડીને ધમકી આપીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આંકલાવ તાલુકાના કૌસીન્દ્રા ગામે હિન્દુની સગીરાને ગામના મુસ્લિમ પરણીત આધેડ યુસુફ ઉમર મલેક નામનો યુવક ભગાડીને લઈ ગયો હતો. આ યુસુફ પરણેલો અને ત્રણ સંતાનનો પિતા છે.
આણંદ: આંકલાવ તાલુકાના કૌસીન્દ્રા ગામે રહેતી હિન્દુ સગીરાને ગામનો મુસ્લિક આધેડ ઘમકી આપીને બાઈક પર બેસાડીને ભગાડીને લઈ જતાં આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે ગામોમાં વાતાવરણ તંગ બની ગયું છે. આ વાતની જાણ થતાં ગામના લોકો ભેગા થઈ ગયા હતાં.