નડિયાદઃ NRI બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યાઃ બંને હાથ કાપી નાંખ્યા, કોણ નીકળ્યા હત્યારા?
નજીકમાં રહેતા પરિચિત યુવાન દ્વારા જ બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરાઇ હોવાનું મનાય છે. જો કે નડિયાદ પોલીસે હજુ આ અંગે સત્તાવાર રીતે કંઇપણ જણાવ્યું નથી. પોલીસ વડા મનિન્દરસિંઘ પુવારે ગઈ કાલે સાંજે કહ્યું કે, મૃતદેહ અપહરણ કરાયેલી બાળકીનો જ છે કે કેમ તે બાબતે કાર્યવાહી કરાઇ રહી છે.
થોડા દિવસ પહેલા જ તાનિયાનો જન્મદિવસ નડિયાદના ઘરે ઉજવાયો હતો. જેમાં દાદી ઉપરાંત આણંદ, નડિયાદ ખાતે રહેતા સંબંધીઓએ તાનિયાને લાંબી ઉંમર માટેના આશીર્વાદ આપ્યા હતા. પણ ત્યારે પરિવારના કોઇ પણ સભ્યને આશા નહીં હોય કે, તેઓ આ વર્ષે વ્હાલસોયી તાન્યાનો અંતિમ જન્મદિવસ ઊજવી રહ્યા છે.
તાનિયાના હત્યાના સમાચારપરિવારજનોને મળતા પરિવાર ભાંગી પડયો હતો. તાનિયાના અપહરણ અને હત્યાના બનાવમાં હાલમાં પોલીસે શંકાના આધારે તેના પાડોશી સહિત ત્રણ યુવકોની અટક કરી છે. બિનસત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ યુવકોએ ગુનો કબુલી લીધો છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર વિગતો મળી નથી.
સોશિયલ મીડિયામાં બાળકી ગુમ થયાના સમાચાર ફેલાઇ જતાં ગભરાઈ ગયેલા અપહરણકારોએ બાળકીની હત્યા કરી તેના મૃતદેહને આંકલાવ પોલીસ મથકની હદ વિસ્તારમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ગુનામાં ત્રણની અટક કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નડિયાદના લક્ષ ડુપ્લેક્ષમાં પોતાના દાદી સાથે રહેતી તાનિયા તેના ઘરની બહારથી જ ગુમ થઈ ગઈ હતી. પોલીસની ૮ ટીમો આ બાળકીની તપાસમાં લાગી હતી. દરમિયાન ગઈ કાલે બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ આણંદ તાલુકાના આંકલાવ ગામની સીમમાંથી મળી આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાડોશીએ જ બાળકીનું ખંડણી માટે અપહરણ કર્યું હતું.
નડિયાદ: નડિયાદમાં 7 વર્ષની માસુમ તાનિયાનું અપહરણ કરીને હત્યા કરી નાંખતાં સમગ્ર નડિયાદમાં ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, પાડોશીઓએ જ એનઆરઆઇ બાળકીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લોકો અપહરણ કરીને ખંડણી માગવાના હતા. પરંતુ પકડાઇ જવાનો ડર લાગતાં તેમણે બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.