હાર્દિક વિદ્યાનગરના ગણેશોત્સવમાં આરતી કરે એ પહેલાં જેલમાં ધકેલી દેવાયો, ગણેશોત્સવના કાર્યક્રમમાં શું કરાઈ જાહેરાત?
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલને ફરી જેલભેગો કરી દેવાયો છે અને સોમવારે રાત્રે તેની નાટ્યાત્મક રીતે ધરપકડ કરાઈ હતી. હાર્દિક સામે ‘પાસ’ના મહેસાણાના કન્વિનર નરેન્દ્ર પટેલે મારામારી અને લૂંટ અંગેનો કેસ કરતાં પોલીસે હાર્દિકને જેલભેગો કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક અને વરૂણ પટેલ સોમવારે મોડી સાંજે સુરતથી આણંદ તરફ આવી રહ્યા હતા. આ અંગેની જાણ પાટણ પોલીસને થઇ હતી. પાટણ પોલીસે જાણ કરતાં આણંદ નજીક ચિખોદરા ચોકડી પાસે હાર્દિક-વરુણ આવી પહોંચતા આણંદ પોલીસે હાર્દિકની અટકાયત કરીને પાટણ પોલીસને સોંપ્યો હતો.
હાર્દિકની ધરપકડ કરી ગાંધીનગર પાસીંગની પોલીસ ગાડીમાં બેસાડી તેને અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો. વરૂણ પટેલ સમારંભમાં પહોંચ્યો હતો અને કાર્યક્રમ સ્થળે જાહેરાત કરી હતી કે, હાર્દિક પટેલની ચીખોદરા ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી છે. આથી તે આ કાર્યક્રમમાં આવી શકશે નહીં.
વિદ્યાનગરમાં સ્ટ્રાઇક ગૃપ અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના ઉપક્રમે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સાંજની આરતીમાં હાજરી આપવા માટે હાર્દિક પટેલ આવવાનો હતો. વરૂણ પટેલે આ ઉપરાંત દિનેશ બાંભણિયાની રાજકોટ ખાતેથી ધરપકડ કરાઇ હોવાનું પણ જણાવ્યું હતું.
વરૂણે જણાવ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા કેસો કરી પકડી લેવાય છે પરંતુ સરકાર ગમે તેટલા પ્રયાસ કરશે પણ પાટીદાર આંદોલનને રોકી શકશે નહીં. હાર્દિકની ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો પડશે. જો મારી ધરપકડ થશે તો ગણપતિ બાપાના આર્શીવાદ લઇને જેલમાં જવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -