આણંદમાં NRI મહિલાની હત્યા, હત્યારો કોણ છે તે રહસ્ય બહાર આવતા સૌને લાગ્યો મોટો આંચકો
પોલીસના કહેવા પ્રમાણે, યશ મોજશોખ ધરાવે છે. મૃતકના માતા અમેરિકામાં આવતા જતા હતા અને તેની માતાએ જોઇન્ટ એકાઉન્ટમાં જે રૂપિયા રાખ્યા હતા તે તેણે વાપરી નાખ્યા હતા. જેથી માતાના રૂપિયા વાપરી નાખ્યા હોવાની બાબત માતાને ખબર ના પડે તેથી તેણે પોતાના મિત્રને સાથે રાખી માતાની હત્યા કરી નાખી હતી. પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોન આવતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નીશાબેનની લાશને પીએમ રિપોર્ટ માટે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને લૂંટ થયાના કોઇ પુરાવા મળ્યા નહોતા. પોલીસને નીશાબેનના પુત્ર યશ પર જ શંકા ઉપજી હતી. બાદમાં પોલીસે યશની કડક પૂછપરછ કરતા તેણે તેના મિત્ર સાથે મળીને તેની માતાની હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું અને બાદમાં લૂંટની ખોટી સ્ટોરી ઉભી કરી હતી.
મળતી વિગતો અનુસાર, આણંદના બેડવા ગામમાં રહેતા પટેલ પરિવારના પુત્ર યશ કિરીટભાઇ પટેલે પોલીસ કંન્ટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ લખાવી હતી કે તેમના ઘરમાં કોઇ અજાણ્યા વ્યક્તિઓ ઘૂસી ગયા હતા અને તેમની માતા નીશાબેનની હત્યા કરીને 15 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી.
આણંદઃ આણંદના બેડવામાં મોજશોખના રૂપિયા મેળવવા માટે એક પુત્રએ પોતાની NRI માતાની હત્યા કરી હોવાની દર્દનાક ઘટના સામે આવતા સમગ્ર પંથકના લોકો ચોંકી ઉઠ્યા હતા. આશ્વર્યની વાત એ છે કે પુત્રએ જાતે જ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવ્યુ હતું કે લૂંટારાઓ દ્ધારા તેની માતાની હત્યા કરીને તેના ઘરમાં લૂંટ ચલાવવામાં આવી છે. તેણે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસ તપાસમાં પુત્ર જ માતાનો હત્યારો હોવાની વાત સામે આવતા તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
જ્યારે પોલીસે આરોપીને પુછ્યું કે તેણે શા માટે પોતાની માતાની હત્યા કરી છે. તો 21 વર્ષીય આરોપી યશે જણાવ્યું હતુ કે તેની માતા અવાર નવાર અમેરિકા કામ અર્થે જતી હતી. જેથી માતા-પુત્રના જોઇન્ટ એકાઉન્ટમાં રાખેલા રૂપિયા તેણે વાપરી નાખ્યા હતા. પરિણામે તેની માતા યશને અનેકવાર ટકોર કરતી હતી. જેથી ગઇરાત્રીએ આરોપી યશે મિત્રની મદદ લઇ માતાને તાળાના ઘા મારી હત્યા કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -