આણંદ: કોંગ્રેસના કયા MLAના પુત્ર સહિત 8 લોકોએ ડાયરામાં ધડાધડ ફાયરિંગ કર્યું, જાણો વિગત
લોકડાયરાનું આયોજન કરનાર ક્ષત્રિય સેનાના પ્રમુખ સુનિલસિંહ પરમાર, મંત્રી રવિરાજ વાઘેલા, અમીતસિંહ સોલંકી ધાણીફૂટ ગોળીબારનો વિડીયો વાયરલ થતાંની સાથે પોતાના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભ ઉતરી ગયા હતાં. જેને પોલીસ શોધખોળ કરી રહી છે.
આ ઘટના સમયે મહિલા અને બાળકો મળી લગભગ 20 હજારથી વધુ લોકો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. રાજ્ય ધોરીમાર્ગ પર ખૂલ્લા મેદાનમાં થયેલા આ ખૂલ્લેઆમ શસ્ત્રપ્રદર્શનથી પોલીસ સાવ અંધારામાં રહી હતી. શુક્રવારે બનેલી આ ઘટના અંગે છેક રવિવારે બપોરે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી.
આણંદના અમીન ઓટો પાસેના મેદાનમાં આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી અને નરેશદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમારના પુત્ર મહેન્દ્ર સોઢા પરમાર અને રણજીત સોઢા પરમાર તથા કેટલાંક લોકોએ કલાકારોનું બારાબોરની બંદૂકમાંથી ધડાધડ ફાયરિંગ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
શુક્રવાર મોડીરાત્રે બનેલી આ ઘટના એક દિવસ સુધી તો દબાયેલી રહી હતી પરંતુ વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાની પોલીસે તેની ફરિયાદ નોંધી તપાસ કરતા ડાયરાના તમામ આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
આણંદ: આણંદમાં ક્ષત્રિય સેના-આણંદ જિલ્લામાં એકતા એ જ પરિવર્તનના નારા સાથે યોજાયેલા લોક ડાયરામાં કોંગ્રેસના સ્થાનિક બે ધારાસભ્યના બે પુત્રો અને તેના મળતિયા દ્વારા પાંચ જેટલી બંદૂકોમાંથી ધડાધડ ગોળીબાર કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો.