આણંદ: અનાથ આશ્રમમાં સુપ્રિટેન્ટન્ટ જ અનાથ દિકરીઓને ધાબા પર લઈ જઈને શારીરિક અડપલાં કરતો...........
રવિવારે મૈનેષ પરમાર જુદી જુદી બાઈકો પર સાત યુવકોને લઈને આશ્રમ પર પહોંચ્યો હતો અને આશ્રમમાં ધાંધલ-ધમાલ કરી તોડફોડ કરીને જોયલભાઈને ધમકી આપી હતી. જોકે, તાત્કાલીક આણંદ રૂરલ પોલીસને ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૈનેષ પરમારની અટકાયત કરી હતી. આ અંગે સેરોસબેન જોયલભાઇ ચૌહાણે આણંદ રૂરલ પોલીસ મથકે મૈનેષ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ જાણ ટ્રસ્ટીઓને થતાં દોઢ માસ અગાઉ મળેલી બોર્ડ બેઠકમાં સુપ્રિન્ટેન્ડન્ટ મૈનેષ પરમાર અને તેની પત્નીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોયલ જોનભાઈ ચૌહાણ તથા સેરોનબહેન સેવા આપતા હતા. આ મામલો બાળસુરક્ષા કચેરી સુધી પહોંચ્યો હતો અને એનજીઓ સંસ્થા સામાજિક સંગઠનો સુધી પહોંચતા તેઓ પણ મેદાનમાં ઉતર્યાં હતાં.
બોરીઆવી ગામે 18 વર્ષથી ચાલતા જીવન-આનંદ અનાથ આશ્રમની 17 બાળાઓને જિટોડીયા ગામે રહેતા મૈનેષ પરસોતમ પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ અને પત્ની ટ્રસ્ટી તરીકે સેવા આપતી હતી. છેલ્લા છ માસથી મૈનેષ પરમાર બાળાઓને બાગમાં કે ધાબા પર લઈ જઈ તેના શરીર સાથે છેડછોડ કરતો હતો અને બાળાઓને આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.
ત્યાર બાદ અદાવત રાખીને સુપ્રિન્ટેન્ડન્ટને રવિવારે 7 યુવકોને લઈને આશ્રમમાં પહોંચી ધાંધલ-ધમાલ કરી ટ્રસ્ટીને ધમકી આપતાં આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેથી પોલીસે સુપ્રિન્ટેન્ડન્ટની અટકાયત કરી હોવાની જાણવા મળ્યું છે.
આણંદ: આણંદના બોરીઆવી ગામે જીવન-આનંદ અનાથ આશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લા કેટલાંક સમયથી 17 નાની-નાની બાળકાઓને બાગમાં કે ધાબા પર લઈ શારીરિક છેડછાડ કરીને અડપલાં કરતો હતો. જે બાબતની જાણ ટ્રસ્ટીઓને થતાં તેઓએ દોઢ માસ અગાઉ સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -