આણંદમાં મોદીએ ખુલ્લો મુક્યો અમૂલનો ચોકલેટ પ્લાન્ટ, જુઓ અંદરની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદઃ પીએમ મોદીએ આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. આ દરમિયાન તેમણે આણંદના મોગર ગામ સ્થિત રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
પીએમ મોદી સાથે રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રહ્યાં હતાં
અમૂલ એક વૈશ્વિક ઓળખ છે અને વિદેશમાં પણ અમૂલની માગ વધી છે. અમૂલ એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ છે. ડેરી ઉદ્યોગથી ખેડૂતોને નવી આજીવિકા મળી હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા વડાપ્રધાને કહ્યું કે, અમૂલ બ્રાન્ડની વિશ્વના 40 દેશોમાં ઓળખ છે. અમૂલ ઓળખ, પ્રેરણા અને અનિવાર્યતા બન્યું છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા ખેડૂતોના આંદોલનથી અમૂલ એક ઓળખ બની ગઈ છે.
મોદીએ લોકાર્પણ કરેલા વિવિધ છ પ્રકલ્પોમાં અમૂલ ડેરીમાં રૂપિયા 300 કરોડના ખર્ચે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂપિયા 450 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
અમૂલના ચોકલેટ પ્લાન્ટ ઉપરાંત મોદીએ અમૂલના જ અન્ય પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ નવા પ્રોજેકટોથી રાજયના દૂધ ઉત્પાદકોને રૂપિયા 1500 કરોડની વધુ આવક થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -