Heart attack:છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે. ગરમીમાં આજકાલ હાર્ટ અટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને તેનાથી મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે આ સ્થિતિમાં જાણવું જરૂરી છે કે હાર્ટ અટેકના દુખાવો અને સામાન્ય દુખાવામાં સું તફાવત છે. 


બની શકે કે ક્યારેક આપને છાતીમાં તીવ્ર દુખાવો થતો હોય અને આપે વિચારી લીધું કે ગેસના કારણે દુખે છે પરંતુ હકીકતમાં તે હાર્ટ અટેકનો દુખાવો હોય. એવું પણ બની શકે કે, ક્યારેક માત્ર માંસપેશીના ખેંચાણના કારણે કે ગેસના કારણે છાતીમાં દુખતું હોય અને આપ તેને કાર્ડિયક સમજીને ચિંતિત થઇ જાવ. જ્યારે છાતીમાં દુખાવાનો મુદ્દો છે ત્યારે આપે આ મુદ્દે તફાવત સમજવો જરૂરી છે.


 મિથક- મને છાતીમાં દુખાવો નથી તો હાર્ટ અટેક ન હોઇ શકે


હાર્ટ અટેકમાં છાતીના દુખાવાની ફરિયાદ માત્ર 2 ટકા જ હોય છે. બાકીના વધેલા ટકાવારીમાં દર્દીને છાતીમાં દુખાવાની સમસ્યા નથી રહેતી. તેમને અસામન્ય ફરિયાદ જેમકે, સાંધામાં દુખાવો, કાંધમાં દુખાવો, ગળામાં ઘુટન,પરસેવા થવો, વોમિટિંગ, ચક્કર આવવા,થકાવટ જેવા લક્ષણો જોવા મળે છે. બહુ ઓછો કેસમાં હાર્ટ અટેકમાં આનાથી પણ ઓછો લક્ષણો દેખાય છે.


જમણી બાજુ છાતીમાં દુખાવો હાર્ટ અટેક નથી


હકીકત:છાતીમાં દુખાવો જમણી કે ડાબી બાજુ બંને તરફ થઇ શકે છે. જે હાર્ટ અટેક કે હાર્ટમો બ્લોકેઝનું સંકેત આપી શકે છે, હાર્ટ અટેલમાં ગરદન, જડબુ, બેક સાઇડ પણ દુખાવો થઇ શકે છે.


 સૂઈ જવાથી કે આરામ કરવાથી હાર્ટ અટેક રોકી શકાય છે


 જો આપને શંકા હોય કે, આપને હાર્ટ અટેકના લક્ષણો અનુભવાય રહ્યાં છે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઇએ અને ઇસીજી કરાવી લેવું જોઇએ. સૂઇ જવું, રાહ જોવી આપના માટે જિંદગીનું જોખમ ઉભું કરી શકે છે.


- શું હાર્ટ અટેક દરમિયાન હાર્ટ ધડકવાનું બંધ કરી દે છે


હાર્ટ અટેકના કારણે ધમનીમાં રક્ત પ્રવાહ રોકાઇ જાય છે.જે હાર્ટના ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે. જ્યારે દિલ ધબકવાનું બંધ કરી દે છે તો તેને કાર્ડિયક અરેસ્ટના રૂપે વ્યક્ત કરી શકાય છે. હાર્ટ અટેક કાર્ડિયાક અરેસ્ટમાં  બદલી શકે છે. આ પહેલા જ હોસ્પિટલ પહોંચી જવું હિતાવહ છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો