Vastu Dosh:જો ઘરમાં વસ્તુઓ યોગ્ય દિશામાં વસ્તુ ન મૂકવામાં આવે તો પણ વાસ્તુ દોષ સર્જાઇ છે. વાસ્તુ દોષના કારણે પરિવારજનો પર અનેક સમસ્યા આવી શકે છે. વાસ્તુ દોષ પ્રગતિના માર્ગેને અવરોધે છે. વાસ્તુ દોષના કારણે બીમારી પણ ઘર કરી જાય છે. જો કે વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુ દોષને દૂર કરવાના પણ કેટલાક સરળ ઉપાય આપવામાં આવ્યા છે.  વાસ્તુ દોષને સરળ ઉપાયથી કેવી રીતે દૂર કરી શકાય. કઇ દિશામાં કયાં પ્રકારની તસવીર સકારાત્મકત ઉર્જાનો સંચાર કરે છે જાણીએ 


ઘરમાં તસવીરો કેવી લગાવવી


ઘરોમાં ચિત્રો કે તસવીરો લગાવવાથી ઘરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, ઘરમાં લગાવવામાં આવેલી  તસવીરોની નકારાત્મક કે સકારાત્મક અસર ઘરમાં રહેનાર લોકો પર પણ થાય છે.


ઘરની અંદર અને બહાર સુંદર તસવીરો  કોતરકામ ન માત્ર ઘરની સુંદરતામાં વધારો કરે છે પરંતુ તસવીરોનો સકારાત્મક પ્રભાવ વાસ્તુ દોષને દૂર કરે છે.


કેવી તસવીરો વાસ્તુ દોષ દૂર કરે છે?



  •  ફળો, ફૂલો અને હસતા બાળકોના ચિત્રો, જીવન શક્તિનું પ્રતિક છે. તેમને પૂર્વીય અને ઉત્તરીય દિવાલો પર  લગાડવું શુભ છે. આના દ્વારા જીવનમાં સુખ આવે છે.

  • લક્ષ્મી અને કુબેરની તસવીર હંમેશા  ઉત્તર દિશામાં  લગાવવી જોઇએ.  આ દિશામાં લક્ષ્મીનું સ્થાન ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. આ દિશામાં કુબેર લક્ષ્મીને સ્થાન આપવાથી ધન પ્રાપ્તિના વિકલ્પો ખુલ્લે છે. કારોબારમાં વૃદ્ધિ થાય છે

  • -જો તમે  પ્રાકૃતિ પ્રેમી છો તો  આપ  પર્વતોની તસવીર  દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં લગાવી શકો છો.  નદીઓ, ધોધ વગેરેના ચિત્રો. ઉત્તર અને પૂર્વીય દિશામાં લગાવવું શુભ છે.

  • -ઘરમાં કેટલાક પ્રકારની તસવીરો લગાવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જેમકે, યુદ્ધના દ્રશ્યો, રામાયણ કે મહાભારતના યુદ્ધના ચિત્રો, ગુસ્સો, વૈરાગ્ય, ભયાનકતા, અણગમો, ઉદાસીની લાગણીઓ

  •  કરુણાથી ભરેલી સ્ત્રી, રડતું બાળક, ઘરમાં દુષ્કાળ કે સૂકા ઝાડની કોઈ તસવીર લટકાવશો નહીં.

  • ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને સ્વચ્છ રાખો અનેત્યાં વહેતા પાણીનું ચિત્ર મૂકો.  ઉત્તર વિસ્તારની દિવાલ પર લીલીતરીથી ભરેલા કુદરતી દશ્યો મૂકી શકો છો.

  • ઘરમાં પક્ષીઓની તસવીરો લગાવવા પણ શુભતાનું પ્રતીક છે. આમ કરવાથી પરિવારના સભ્યોની એકાગ્રતામાં સુધારો થશે.

  • તમને બુધ ગ્રહથી પણ શુભ ફળ મળશે. ઉત્તર દિશા તે બુધની છે. લક્ષ્મી અને કુબેરના ચિત્રો પણ ઉત્તર દિશામાં લગાવવી શકાય છે. જરૂરી આમ કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના છે.

  • . ઘરમાં જોડિયા બતક અને હંસની તસવીર લગાવવી સકારત્મક ઊર્જાનો સંચાર કરે છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

  • . ઘરની તિજોરીના દરવાજા પર દેવી લક્ષ્મીની તસવીર લગાવી શકાય છે. અહીં  બે હાથીઓ તેમની સૂંઢ ઉંચી કરતા હોય અને બેઠેલા મુદ્રામાં માતાજી હોય તેવી તસવીર લગાવી શુભતામાં વૃદ્ધિ કરે છે.

  • બાળકનો રૂમ વ્હાઇટ અને ક્રિમ કલરથી પેઇન્ટ કરવો અને તેના અભ્યાસના ટેબલની સામે સરસ્વતી માતાજીની તસવીર લગાવવી જોઇએ. જેનાથી બાળકની એક્રગ્રતામાં વધારો થાય છે અને બૃદ્ધિ તીક્ષ્ણ બને છે. બાળકના અભ્યાસ ખંડમાં મોર, વીણા, પુસ્તક, કલમ, હંસ, માછલીના ચિત્રો વગેરે મુકવા જોઈએ. આ તમામ વસ્તુનો સકારાત્મક પ્રભાવ બાળકના અભ્યાસ માટે ઉત્તમ રહે છે.

  • આ ઉપરાંત  બાળકોના બેડરૂમમાં લીલા ફળના ઝાડના ચિત્રો  પણ મૂકી શકાય, આકાશ, વાદળો, ચંદ્ર વગેરે અને સમુદ્રની સપાટી શુભતાનું પ્રતીક છે. . ફળો, ફૂલો અને હસતા બાળકોના ચિત્રો  પણ  જીવનશક્તિનું પ્રતીક છે. જે આપ  પૂર્વીય અને ઉત્તરીય દિવાલો પર લગાવી શકો છો. જેનાથી સકારાત્મર ઊર્જાનો સંચાર થાય છે.


- જ્યોતિષાચાર્ય તુષાર જોષી