Astrology : જેની કુંડલીમાં નાડી દોષ હોય, તેવી યુવક – યુવતીના લગ્ન કેમ ન કરવા જોઇએ. જાણીએ નાડ઼ી દોષ શું છે અને નાડી દોષવાળી બંને વ્યક્તિ જો લગ્ન કરે તો શું પરિણામ આવે છે. જીવન સંગિની સાથે કેવી રહે છે. ટયુનિંગ જાણીએ અહીં બધું જ


વ્યક્તિના જન્મથી તેના મૃત્યુ સુધી 16 સંસ્કાર કરવામાં આવે છે. જેનું પોતાનું મહત્વ અને જે ખૂબ જ જરૂરી પણ છે. તમામ સંસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ છે લગ્ન અને લગ્ન કરતા પહેલા જન્માક્ષર સાથે મિલાન કરાવવું ખૂબ જ જરૂરી છે. લગ્ન પહેલા વર-કન્યાની કુંડળીને મેચ કરવાનો હેતુ માત્ર પરંપરાનું પાલન કરવાનો નથી, તે ભાવિ યુગલના સ્વભાવ, ગુણો, પ્રેમ અને આચરણ અંગેની માહિતી મેળવવાનો પણ  છે. જ્યાં સુધી સમાન આચાર વિચાર ઘરાવતાં બને પાત્ર ન મળે ત્યાં સુધી તેમનું લગ્નજીવન સુખી નહીં થઇ શકે.


કુંડલીનું મિલાન જરૂરી


જન્માક્ષર મેળવતી વખતે, વર અને કન્યાના 36 ગુણોનું મિલાન થાય છે. જેમાં નાડી દોષનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, નાડી દોષ માત્ર બ્રાહ્મણ વર્ગમાં જ માન્ય છે. જ્યારે સમાન નાડી હોય ત્યારે પરસ્પર પ્રતિકૂળતા હોય છે અને જ્યારે અસમાન નાડી હોય ત્યારે આકર્ષણ ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિમાં જે ગુણો  ગુણો  હોય છે તે જ  તેની મુખ્ય નાડીહોય છે, મુખ્ય નાડી સંબંધિત તત્વોના વધારાને કારણે, સમાન નાડીમાં વૃદ્ધિ થાય છે.  જે શરીર માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં જો લગ્ન થઈ જાય તો દંપતીને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બંને વચ્ચે છૂટાછેડાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.


લગ્નમાં વર-કન્યાના ગુણોનો મેળ બેસાડવામાં નાડીનું મહત્વ સૌથી વધુ માનવામાં આવે છે. 36 ગુણોમાંથી, નાડી માટે મહત્તમ 8 ગુણો નિર્ધારિત છે. ત્રણ નાડીઓ છે - આદિ, મધ્ય અને અંત્ય. આ નાડીઓ મનુષ્યની ભૌતિક ધાતુઓ સાથે સંબંધિત છે. વર-કન્યાની નાડી એકસરખી હોવી દોષપૂર્ણ માનવામાં આવે છે અને આ ખામી બાળક પક્ષ માટે પણ નુકસાનકારક હોઈ શકે છે. એટલે કે, જો વર અને વરની નાડી સમાન હોય, તો તે બાળકના વિકાસ પર પણ અસર કરી શકે છે.


નાડીનો દુષ્પ્રભાવ વર અને વધુની પ્રજનન શક્તિ, સ્વાસ્થ્ય તેમજ વય પર સીધો જ પડે છે.  ભારતીય જ્યોતિષમાં નાડીનું નિર્ધારણ  જન્મ નક્ષત્રથી થાય છે. આમ તો જ્યોતિષ 27 નક્ષત્ર છે અને પ્રત્યેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે. જો નાડીની વાત કરવામાં આવે તો નવ નક્ષત્રની એક નાડી હોય છે. જેનું વિભાજન નક્ષત્રમાં આ પ્રકારે કરવામાં આવે છે.



  1. આદિ નાડી - અશ્વિની, આર્દ્રા, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠ, મૂળ, શતભિષા, પૂર્વાભાદ્રપદ.

  2. મધ્ય નાડી - ભરણી, મૃગશિરા, પુષ્ય, પૂર્વાફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષધા, ધનિષ્ઠ અને ઉત્તરાભાદ્રપદ.

  3. અંત્ય નાડી - કૃતિકા, રોહિણી, આશ્લેષા, માઘ, સ્વાતિ, વિશાખા, ઉત્તરાષાદ, શ્રવણ અને રેવતી.


કઇ પરિસ્થિતિમાં  નથી થતો નાડી દોષ



  • કેટલીક પરિસ્થિતિ એવી હોય છે. જેમાં નાડી દોષથી સ્વત; મુક્તિ મળી જાય છે. જેથી સમાન નાડી હોવાથી જ વિવાહ શુભ થાય છે. આવો જાણીએ કે ક્યા નક્ષત્ર અને ચરણમા નાડી દોષ નથી લાગતો અને તેનો નકારાત્મક પ્રભાવ સમાપ્ત થઇ જાય છે.

  • જો વર વધૂનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હોય પરંતુ ચરણ અલગ અલગ હોય તો નાડી દોષ નથી લાગતો,.

  • જો વર વધુનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હોય પરંતુ જન્મ રાશિ અલગ અલગ હોય તો નાડી દોષ નથી લાગતો. આવી સ્થિતિમાં લગ્ન સંભવ છે.

  • જો વર-વધુની જન્મ રાશિ એક જ હોય પરંતુ નક્ષત્ર અલગ હોય તો પણ નાડી દોષ નથી લાગતો. આ સ્થિતિમાં પણ વિવાહ સંભવ બને છે.

  • જો વર –વધુનો વર્ણ બ્રહ્મણ ન હોય તો  પણ નાડી દોષ નથી લાગતો.