India Covid-19 Cases:  ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી થયા હોય તેમ ચાલુ મહિનાની શરૂઆતથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 71365 નવા કોરોના કેસ નોંધાયા છે અને 1217 લોકોના મોત થયા છે. જ્યારે 171211 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.70 % પર પહોંચ્યો છે.



  • કુલ એક્ટિવ કેસઃ8,92,828

  • કુલ ડિસ્ચાર્જઃ 4,10,12,869

  • કુલ મૃત્યુઆંકઃ 5,05,279


દેશમાં કેટલા લોકોનું થયું રસીકરણ


દેશમાં અત્યાર સુધીમાં કુલ  170,87, 06,705 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 53,61,099 ડોઝ આપવામાં આવ્યા હતા.


દેશમાં કેટલા લોકોના થયા ટેસ્ટ


દેશમાં અત્યાર સુધીમાં 74.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,71,726 ટેસ્ટ કરાયા હતા.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


સતત છઠ્ઠા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2502 નવા કેસ સામે આવ્યા છે. જોકે, કોરોનાથી થતાં મૃત્યુઆંકમાં હજુ પણ વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 28 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ફેબુ્રઆરીના 8 દિવસમાં જ રાજ્યમાંથી 243 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે