ગાંધીનગર: ભાજપ સરકારે  સંગઠનને લઇને  મહત્વની માહિતી જાહેર કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટિલ  દિવાળી સુધી અધ્યક્ષ પદની સેવા આપશે. દિવાળી સુધી સરકાર અને સંગઠનમાં કઇ  ફેરફાર નહિ થાય. સરકારના મંત્રીમંડળમાં પણ દિવાળી સુધી કોઈ ફેરફાર નહીં થાય ઉલ્લેખનિય છે કે, ભાજપમાં સંગઠન પર્વ યોજ્યા બાદ  ફેરફાર કરવામાં આવશે અને સંગઠન પર્વ  ત્રણ મહિના સુધી ચાલશે.. જુલાઈ મહિનાના અંતમાં સંગઠન પર્વ ઉજવવાની  જાહેરાત કરી છે.                                                                                                                                                                                                       

  


શાળા પ્રવેશોત્સવને લઈ મંત્રીઓને ફાળવાયા જિલ્લા, જાણો કોને ક્યાં જિલ્લાની મળી જવાબદારી


શાળા પ્રવેશ ઉત્સવને લઇને જિલ્લાવાર મંત્રીઓની ફાળવણી કરવામાં આવી છે. જે મુજબ રાજકોટની જવાબદારી રાઘવજી પટેલને સોંપાઈ  છે તો બનાસકાંઠાની જવાબદારી શંકર ચૌધરીને સોંપાઈ છે.


શાળા પ્રવેશોત્સવને લઈ મંત્રીઓને ફાળવાયા જિલ્લા



  • વલસાડની જવાબદારી કનુભાઈ દેસાઈને સોંપાઈ

  • મહેસાણાની જવાબદારી ઋષિકેશ પટેલને સોંપાઈ

  • ભાવગરની જવાબદારી કુંવરજી બાવળીયા, પરષોત્તમ સોલંકીને

  • જામનગરની જવાબદારી મુળુ બેરાને સોંપાઈ

  • મહીસાગરની જવાબદારી કુબેર ડિંડોરને સોંપાઈ

  • નર્મદાની જવાબદારી ભાનુબેન બાબરીયાને સોંપાઈ

  • સુરતની જવાબદારી હર્ષ સંઘવીને સોંપાઈ

  • ખેડાની જવાબદારી જગદીશ વિશ્વકર્માને સોંપાઈ

  • દાહોદની જવાબદારી બચુ ખાબડને સોંપાઈ

  • સુરત-નવસારીની જવાબદારી મુકેશ પટેલને સોંપાઈ

  • જૂનાગઢની જવાબદારી પ્રફુલ પાનસેરીયાને સોંપાઈ

  • તાપીની જવાબદારી કુંવરજી હળપતીને સોંપાઈ

  • વડોદરાની જવાબદારી બાળકૃષ્ણ શુક્લને સોંપાઈ

  • સુરેન્દ્રનગરની જવાબદારી જગદીશ મકવાણાને સોંપાઈ

  • અમરેલીની જવાબદારી કૌશિક વેકરીયાને સોંપાઈ

  • ડાંગની જવાબદારી વિજય પટેલને સોંપાઈ