Lunar Eclipse 2024: ચંદ્રગ્રહણએ એક ખગોળીય ઘટના છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી. જેના કારણે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. દર વર્ષે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થતાં હોય છે. એમ આ વર્ષે પણ એક ચંદ્રગ્રહણ થઈ ગયું છે અને બીજું ચંદ્રગ્રહણ હવે થવાનું છે 


જ્યોતિષમાં ગ્રહણની ઘટનાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષ 2024માં કુલ 4 ગ્રહણ થશે જેમાં 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હશે. વાત કરીએ વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની તો તે 25 માર્ચે થયું હતું. અને હવે ટૂંક સમયમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થવાનું છે. એવામાં ચાલો જાણીએ કે ક્યારે છે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અને તે ભારતમાં દેખાશે કે નહીં. 


વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ દિવસે થશે (ચંદ્રગ્રહણ તારીખ 2024)
વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે થશે. ભારતીય સમય અનુસાર, તે સવારે 6:11 વાગ્યે શરૂ થશે અને સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ કુલ 4 કલાક અને 6 મિનિટ સુધી ચાલશે. આ સમય દરમિયાન પૃથ્વી ચંદ્ર અને સુર્યની વચ્ચે આવી જાય છે જેથી ચંદ્ર પર સુર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી. 


ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે (ચંદ્રગ્રહણ વિઝિબિલિટી 2024)
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ યુરોપના મર્યાદિત વિસ્તારોમાં અને આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક, એન્ટાર્કટિકા જેવા એશિયાના મોટાભાગના ભાગોમાં દેખાશે.


હવે વાત કરીએ કે આ ગ્રહણ ભારતમાં દેખાસે કે નહીં તો જવાબ છે કે આ ગ્રહણ ભારતમાં તો દેખાશે નહીં, પરંતુ મુંબઈ સહિત પશ્ચિમના કેટલાક શહેરોમાં જોઈ શકાશે. જો કે, આની શક્યતા પણ ઘણી ઓછી છે. આ પછી ચંદ્ર ક્ષિતિજની નીચે જશે, જેના કારણે તે ભારતમાં દેખાતો બંધ થઈ જશે. 


18 સપ્ટેમ્બરે થનારું આ ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ દરમિયાન ચંદ્રનો એક નાનો ભાગ જ ઊંડા પડછાયામાં પ્રવેશ કરશે. આ ગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાને કારણે તેની કોઈ અસર નહીં થાય, તેથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. કારણ કે આ ગ્રહણ માં ચંદ્રનો માત્ર નાનો ભાગ જ પડછાયામાં પ્રવેશ કરશે. આ પછી ચંદ્ર ક્ષિતિજની નીચે જશે.