આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ આઠમની તિથિ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે પોતાની યાત્રા પૂર્ણ કરશે. આજે જયેષ્ઠ નક્ષત્ર છે. આ નક્ષત્રના દેવતા દેવરાજ ઈંદ્ર છે. સૂર્ય દેવ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.

Today Horoscope

મેષ  (અ.લ.ઇ.) : આજના દિવસે મન ઘણું શાંત રહેશે અને તમે પણ ખુદ સકારાત્મક મહેસૂસ કરશો. સરકાર દ્વારા માન સન્માન મળી શખે છે. ઓફિશિયલ કાર્યમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે તમારી આપપાસની ચીજોનું અવલોકન કરજો. જીવનની ભાગ દોડમાંથી બ્રેક લઇને પ્રકૃતિ સાથે સંકળાજોય. નાની વાતોમાં તણાવ ન લેતા. પોતાના પરિવારજનો પ્રત્યે બિજરૂરી ક્રોધથી બચજો.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે કોઈ કાર્ય પૂરા ન થાય તો બિનજરૂરી પરેશાન ન થતાં. કારોબારીઓએ ગ્રાહકો અને પાર્ટનર સાથે તાલમેલ બેસાડવો પડશે. પરિવારમાં કોઇ સામૂહિક આયોજન થઈ રહ્યું હોય તો તેમાં સામેલ થવાથી મન પ્રસન્ન રહેશે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે આત્મબળ મજબૂત કરજો. કોર્ટ કચેરીના મામલામાં સાવાદાની રાખજો. ઘર કે બહાર કારણ વગર હુકમ ન કરતા. પરિવારમાં તમામને સહયોગ આપવાનું વલણ અપનાવજો.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે લાભ મળવાની સંભાવના છે તેથી મહેનતમાં કોઇ કસર ન રાખતાં. જેટલા સકારાત્મક રહેશે તેટલું સારું રહેશે.

કન્યા  (પ.ઠ.ણ.)  આજનો દિવસ સામાજિક ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો માટે સારો રહેશે.  ઓફિશિયલ કામમાં ટીમવર્ક સાથે કામ કરવું લાભદાયી રહેશે. પારિવારિક જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.

તુલા   (ર.ત.)  આજના દિવસે તમારા મનનું સાંભળો, કારણકે બીજાની વાત ભ્રમિત કરી શકે છે. કોઇ મોટો ફેંસલો લઇ રહ્યા હો તો વડીલોની સલાહ લેવી લાભદાયી રહેશે. વડીલોનું સન્માન કરડો અને કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય પર તેમની સલાહ લેજો.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે પ્લાનિંગથી કામ શરૂ કરવું લાભદાયી રહેશે. કામકાજના તણાવમાંથી ખુદને મુક્ત રાખજો. ઘર પરિવારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સકારાત્મક વિચારોને પોતાના મિત્ર બનાવજો અને પરિશ્રમ સાથે કાર્યોને સમનયની અંદર પૂરા કરવાનો પ્રયાસ કરજો. કોઈ વિશેષ કાર્ય માટે ભાગદોડ કરવી પડી શકે છે.

મકર  (ખ.જ.)  આજના દિવસે મનોબળ મક્કમ રાખજો. નકારાત્મક વિચારો કામ બગાડી શકે છે. સ્વાસ્થ્યને લઇ સતર્ક રહેજો.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે ધાર્યા મુજબ કામ ન થવાથી ક્રોધિત ન થતાં. જે વેપારી સરકારી કામ કરે છે તેમના માટે દિવસ શુભ છે. ગાયનમાં રુચિ દાખવનારના હાથમાં સારો મોકો આવી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ) આજેના દિવસે બીજાના મામલામાં દખલગીરી કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.  જીવનસાથીને પ્રસન્ન રાખવા પણ જરૂરી છે.